ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમેરિકા લઇ જવાની લાલચ આપી પિતારાઇ બહેન સાથે કર્યું દુષ્કર્મ
વલસાડ તાલુકાના એક ગામે સગી માસીના દિકરાએ જ યુવતી સાથે દુષ્કર્મ કર્યું છે. પોતાની પિતરાઇ બેનને દમણ લઇ જઇ કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. તને લગ્ન કરી અમેરિકા લઇ જઇશની લાલચ આપી યુવતી સાથે અવાર-નવાર દુષ્કર્મ કર્યું હતું.

પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા જ ભડક્યાં કપિલ દેવ
કબડ્ડી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત પ્રસંગે પહોંચેલો પૂર્વ ક્રિકેટર કપિલ દેવ મંગળવારે પાકિસ્તાનનો ઉલ્લેખ કરવા પર ગુસ્સે થઈ ગયા હતા. પાકની સાથે ક્રિકેટ ઉપરાંત અન્ય ખેલ પણ બંધ કરી દેવા જોઈએ? જો તમે સાચા હિંદુસ્તાની છો તો આવો સવાલ પૂછવો જ ન જોઈએ.

રેલવે બજેટ અંગે આજે લેવાશે ઐતિહાસિક નિર્ણય
આજે મળનારી બેઠકમાં સરકાર રેલવે બજેટ રજૂ કરવા અંગે ઐતિહાસિક નિર્ણય લઈ શકે છે. રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે જોડવા છતાં રેલવે મંત્રાલયની ઓટોનોમીને યથાવત રાખવામાં આવશે. બજેટ 27 ફેબ્રુઆરીની જગ્યાએ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં બજેટ રજૂ થઈ શકે છે.

'દેશ નહીં ઝૂકને દૂંગા'ની વાત કરનારા હવે તેવાં પગલાં ભરી બતાવે : હાર્દિક
PAASના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મોદીજી કહેતા હતા કે દેશ નહીં ઝૂકને દૂંગા-ધરતી કા કર્ઝ ચૂકાઉંગા તો હવે એ સમય આવી ગયો છે કે જવાબ આપવો પડશે. દુશ્મનો આપણા સૈનિકોની હત્યા કરતા હોય તો તેમની પર પ્રહાર કરવો તે સમયની માગ છે.

ઉરી હુમલોઃ ઘરનું જ ભેદી હોવાની શંકા
એનઆઇએ દ્વારા ઉરીમાં કરવામાં આવેલ આતંકી હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આતંકીઓને કેમ્પ કમાન્ડરના ઘર અને ઑફિસના એડ્રેસની પણ માહિતી હતી. આવી માહિતી કોઇ અંદરના વ્યક્તિએ જ શેર કરી હોઇ શકે છે.

બીસીસીઆઇ પસંદગી સમિતિના અધ્યક્ષ બન્યા વેંકટેશ પ્રસાદ
વેંકટેશ પ્રસાદને જુનિયર પેનલની પસંદગી સમિતિના મુખ્ય સિલેક્ટર બનશે. જ્યારે અજય શિર્કેને સર્વ સંમતિથી બીસીસીઆઇના સેક્રેટરી તરી ચૂંટવામાં આવ્યા. વેંકટેશ પ્રસાદ ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ છે.












Click it and Unblock the Notifications
