ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભાજપે ડુંગળી કૌભાંડને લઇને કેજરીવાલ પર કર્યો આક્ષેપ

ભાજપે ડુંગળી કૌભાંડને લઇને કેજરીવાલ પર કર્યો આક્ષેપ

દિલ્હીની ઇમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર ડુંગળી કૌભાંડના આરોપમાં ફસાંતી જઇ રહી છે. વિપક્ષો ડુંગળી કૌભાંડને લઈને આમ આદમી પાર્ટી પર વાકપ્રહારો કરી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર મામલે ચૂપકીદી સેવીને બેઠી છે.

ટીમ ઇન્ડીયામાં લાંબા સમય બાદ પંજાબી પ્લેયર

ટીમ ઇન્ડીયામાં લાંબા સમય બાદ પંજાબી પ્લેયર

રવિવારે દક્ષિણ આફ્રિકા સાથેની શ્રેણી માટે ટીમ ઇન્ડીયાનું એલાન કરી દેવામાં આવ્યું છે. જેમાં પંજાબના ઓલરાઉન્ડર પ્લેયર ગુરકીરત સિંહ માનની પસંદગી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ વાત એ છેકે લાંબા સમય બાદ ટીમમાં પંજાબના પ્લેયરને સ્થાન મળ્યું છે.

પીએમ મોદી કરશે આયરલેન્ડની મુલાકાત

પીએમ મોદી કરશે આયરલેન્ડની મુલાકાત

પીએમ મોદી અમેરિકાની મુલાકાતે જવાના છે, તે પહેલા તેઓ આયરલેન્ડની મુલાકાત કરશે. મોદીની આ મુલાકાત એટલા માટે ખાસ છે કારણ કે પાછલા 60 વર્ષમાં મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે કે જેઓ આયરલેન્ડની મુલાકાત લેશે.

હવે 4000 કરોડના BCCIના સુકાની કોણ?

હવે 4000 કરોડના BCCIના સુકાની કોણ?

ગઇકાલે માંદગી બાદ BCCIના અધ્યક્ષ દાલમિયાનું નિધન થયું છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે 4000 કરોડના BCCIના અધ્યક્ષની ખાલી પડેલી ખુરશી પર કોણ બેસશે તેના પર સૌ કોઇની નજર છે.

લખનઉની રહસ્યમય સુરંગો પરથી ઉઠશે પડદો

લખનઉની રહસ્યમય સુરંગો પરથી ઉઠશે પડદો

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ ઐતિહાસિક ઇમારતો માટે વિશ્વભરમાં જાણીતી છે. પરંતુ આ ધરોહરોમાં એવી કેટલીક સુરંગો છે, જે લોકોમાં કુતુહલ ઉભુ કરે છે. પરંતુ હવે સરકાર આ તમામ સુરંગોને ફરીથી ખોલવા માટે યોજના બનાવી રહી છે.

નવી દિલ્હીમાં કિસાન સન્માન રેલી

નવી દિલ્હીમાં કિસાન સન્માન રેલી

રવિવારે નવી દિલ્હીના રામલીલા મેદાન પર કિસાન સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ઉપસ્થિત રહ્યાં હતા.

કિસાન રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ

કિસાન રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ

નવી દિલ્હીના રામલીલા મેદાન પર આયોજીત કિસાન સન્માન રેલીમાં કિસાનો ઉપસ્થિત રહ્યાં હતા. તો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ધામધૂમથી ગણેશ વિસર્જન

ધામધૂમથી ગણેશ વિસર્જન

દેશભરમાં ગણેશોત્સવ ચરમસીમાએ છે. ઠેર ઠેર ગણેશ વિસર્જન પણ થઇ રહ્યું છે. ત્યારે રવિવારે ગણેશભક્તો દ્વારા ધામધૂમથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતુ.

ડેન્ગ્યુથી બચવા દવાનો છંટકાવ

ડેન્ગ્યુથી બચવા દવાનો છંટકાવ

દેશભરમાં ડેન્ગ્યુનો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

ઠેર ઠેર ડેન્ગ્યુના ખાટલા

ઠેર ઠેર ડેન્ગ્યુના ખાટલા

કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી ડેન્ગયુના કેસીસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અલ્હાબાદની હોસ્પિટલ્સમાં પણ ડેન્ગ્યુના પેશન્ટ્સ માટે ખાસ મચ્છરદાનીઓની સુવિધા કરવામાં આવી છે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ લીધી અમેઠીની મુલાકાત

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ લીધી અમેઠીની મુલાકાત

રવિવારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અમેઠીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લોકો સાથે સીધો વાર્તાલાપ પણ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X