ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

5 વર્ષની ઉંમરથી પિતા વૈશ્યાવૃત્તિ માટે દીકરીને તૈયાર કરતો હતો

5 વર્ષની ઉંમરથી પિતા વૈશ્યાવૃત્તિ માટે દીકરીને તૈયાર કરતો હતો

ઉત્તરપ્રદેશના બહેરાઇચ ક્ષેત્રમાંથી બાપની શરમજનક હરકત સામે આવી રહી છે. અહીં એક દિકરીએ પોતાના બાપ પર અશ્લિલ ફિલ્મો બનાવવાના આરોપ કર્યા છે. પિડીતાએ કહ્યું છેકે તેના પિતા જબરજસ્તીથી તેની અશ્લીલ ફિલ્મો બનાવતા હતા. માત્ર 5 વર્ષની ઉંમરથી જ તેને દેહવ્યાપારમાં ધકેલવાની ટ્રેનીંગ આપવા માટે તેના પિતા જ તેની સાથે શારિરીક સંબંધો બનાવતા હતા.

સુંદર પિચાઇના સસરાએ કર્યા 73 વર્ષે લગ્ન

સુંદર પિચાઇના સસરાએ કર્યા 73 વર્ષે લગ્ન

હાલમાં સુંદર પિચાઇની ચર્ચા ઘણી થઇ રહી છે, પરંતુ આ વખતે તેઓ પોતાના ખાનગી જીવનને લઇને ચર્ચામાં છે. જી હા, તેમના સસરા હોલારામ હરિયાની કે જેઓ 73 વર્ષની ઉંમરના છે, તેમણે 65 વર્ષની માધુરી નામની મહિલા સાથે લગ્ન કરીને સમાજમાં એક અનોખી મિસાલ કાયમ કરી છે.

પંજાબમાં 2 સિખોએ પાઘડીની મદદથી બચાવ્યા 4 યુવકોને

પંજાબમાં 2 સિખોએ પાઘડીની મદદથી બચાવ્યા 4 યુવકોને

પંજાબના સંગરૂરમાં બે સિખોએ ગણપતિ વિસર્જન દરમ્યાન ડુબી રહેલા 4 યુવકો પોતાની પાઘડી ખોલીને બચાવ્યાં છે. આ 4 યુવકોના જીવ બચાવવા માટે આ બંને સિખ ભાઈઓએ ધાર્મિક માન્યતાઓથી પર માનવતાનો ધર્મ અદા કર્યો હતો.

શીના બોરા કેસની કમાન CBIએ સંભાળી

શીના બોરા કેસની કમાન CBIએ સંભાળી

દેશના બુહચર્ચિત હાઇપ્રોફાઇલ મર્ડર કેસમાંથી એક એવા શીના બોરા હત્યાકાંડની કમાન હવે CBIએ સંભાળી છે. મંગળવારે જ કેસ હાથમાં લેતાની સાથે જ આ મામલામાં મુખ્ય ત્રણ આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છેકે મહારાષ્ટ્ર સરકારે 10 દિવસ પહેલા જ આ મામલાની તપાસ CBIને સોંપવાનો નિર્ણય કર્યો હતો.

સોમનાથ ભારતી બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં

સોમનાથ ભારતી બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં

દિલ્હીના ભૂતપૂર્વ કાયદા પ્રધાન અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને આત્મસમર્પણ બાદ મંગળવારે બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે સોમનાથ ભારતી વિરૂદ્ધ ડૉમેસ્ટીક વાયોલન્સનો કેસ તેમની પત્ની દ્વારા કરવામાં આવ્યો છે.

દિગ્વિજય સિંહ પુત્ર સાથે રમશે કે પૌત્ર સાથે?

દિગ્વિજય સિંહ પુત્ર સાથે રમશે કે પૌત્ર સાથે?

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેલી સાધ્વી પ્રાંચીએ ફરી એકવખત વિવાદીત નિવેદન આપી દીધુ છે. આ વખતે તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પર નિશાન સાધતા કહ્યું છેકે દિગ્વિજય સિંહ લોકોને પહેલા એ કહે કે તેઓ હવે દીકરાને ખોળામાં રમાડશે કે પછી પૌત્રને.

સુશીલ કુમાર મોદીના કારણે ભાજપની મજાક

સુશીલ કુમાર મોદીના કારણે ભાજપની મજાક

ભાજપ નેતા સુશીલ કુમાર મોદીના કારણે ભાજપની મજાક બની રહી છે. જી હા, સુશીલ કુમાર મોદીએ ભભુઆની ચૂંટણીસભા દરમ્યાન લોકોને સાડી, ટીવી, અને લેપટોપ આપવાનો વાયદો કરી દીધો છે. અને આ મામલે તેમના વિરૂદ્ધ FIR પણ નોંધાવી દેવામાં આવી છે.

આતંકી હોવાની શંકા હેઠળ યુવકની હત્યા

આતંકી હોવાની શંકા હેઠળ યુવકની હત્યા

ભીડતંત્ર ક્યારેક જાનવરનું રૂપ ધારણ કરીને ભયંકર રૂપ ધારણ કરી લે છે, તેનું ઉદાહરણ ઉત્તરપ્રદેશના કાનપુરમાં જોવા મળ્યું. અહીં એક યુવકને લોકોએ પાકિસ્તાની આતંકવાદી હોવાની શંકા હેઠળ નિર્દયી રીતે મારી નાખ્યો છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

ભારત-સાઉથ આફ્રિકા ટી-20 મેચમાં નહીં પીરસાય દારૂ

ભારત-સાઉથ આફ્રિકા ટી-20 મેચમાં નહીં પીરસાય દારૂ

ભારત-સાઉથ આફ્રિકા ટી-20 મેચ દરમ્યાન સ્ટેડિયમમાં ઉપસ્થિત મહેમાનોને દારૂ નહીં પીરસવામાં આવે. કારણ કે 2જી ઓક્ટોબરે, આ મેચ રમાવાની છે, તે દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે.

પીએમ મોદીનું સ્વદેશમાં સ્વાગત

પીએમ મોદીનું સ્વદેશમાં સ્વાગત

પીએમ મોદી વિદેશ યાત્રા પર હતા. પીએમ મોદી મંગળવારે વિદેશયાત્રા પરથી પરત ફર્યા હતા. એરપોર્ટ પર તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારત FDIની પ્રથમ પસંદ

ભારત FDIની પ્રથમ પસંદ

દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર મળી રહ્યાં છે. ભારતે વર્ષ 2015ના પ્રથમ 6 માસમાં FDI ક્ષેત્રે અમેરિકા અને ચીનને પાછળ છોડી દીધુ છે. ભારતને આ સમય મર્યાદામાં 31 અરબ ડૉલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X