સંદીપકુમારની 12 કલાક પૂછપરછ થઇ, તમામ આરોપો નકાર્યા

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સંદીપકુમારની 12 કલાક પૂછપરછ થઇ, તમામ આરોપો નકાર્યા

સંદીપકુમારની 12 કલાક પૂછપરછ થઇ, તમામ આરોપો નકાર્યા

સેક્સ સીડી કાંડના આરોપી અને દિલ્હીના પૂર્વ મંત્રી સંદીપકુમારની ધરપકડ કરાઇ છે. પોલીસ પૂછપરછમાં સંદીપે પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. સેક્સ સીડી મામલે શનિવારે સંદીપકુમાર સામે ફરિયાદ થઇ હતી. સંદીપકુમારે કહ્યું કે મારી છબી ખરાબ કરવાનું આ રાજકીય કાવતરું છે.

વિધાયકે યૌનશોષણ મામલે કેજરીવાલને લખ્યો પત્ર

વિધાયકે યૌનશોષણ મામલે કેજરીવાલને લખ્યો પત્ર

દિલ્હીની બીજવાશન શીટ પરથી આમ આદમી પાર્ટીના વિધાયક દેવેન્દ્ર સહરાવતે અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે કે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પંજાબ વિધાનસભા ઈલેક્શનની ટિકિટ આપવામાં નામ પર મહિલાઓનું યૌનશોષણ કરી રહ્યા છે.

સર્વદળીય બેઠક સાથે કોઇ વાતચીત નથી કરવીઃ અલગાવવાદીઓ

સર્વદળીય બેઠક સાથે કોઇ વાતચીત નથી કરવીઃ અલગાવવાદીઓ

સર્વદળીય પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરવા જમ્મૂ અને કાશ્મીરના સીએમ મેહબૂબાએ આપેલા આમંત્રણને હર્રિયત કૉન્ફ્રન્સે નકારી કાઢ્યું. સૈયદ અલી શાહ ગીલાની, મીરવાઇજ ઉમર ફારુક અને યાસીન મલિકે આ મામલે નિવેદન આપ્યું છે. કહ્યું કે જે પ્રતિનિધિમંડળે પોતાનો એજન્ડા સ્પષ્ટ નથી કર્યો તેની સાથે કોઇ વાતચીત નથી કરવી.

વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરતા એબીવીપી નેતાઓ

વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરતા એબીવીપી નેતાઓ

શુક્રવારે લખનઉ યુનિવર્સિટીમાં બે ગ્રુપ આમને સામને આવી ગયાં હતાં. કેમ્પસમાં શરૂ થયેલી માથાકુટે હિંસાત્મક રૂપ ધારણ કરી લીધું હતું. એબીવીપીના વિદ્યાર્થીઓએ આઇસાની વિદ્યાર્થિની નેતા પૂજા શુક્લા પર સિક્કા ઉછાળી અભદ્ર વર્તન કર્યું. આ મામલે પૂજાએ ફરિયાદ નોંધાવી છે.

...અને ડીજીપીએ કહ્યું મને શૂટ કરી દો

...અને ડીજીપીએ કહ્યું મને શૂટ કરી દો

યૂપીના ડીજીપી જાવેદ એહમદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જાવેદ એહમદ ટેઝર ગનના ટ્રાયલમાં ખુદ પર ચલાવતા જોવા મળે છે. થોડા સમય માટે બેભાન થઇ ગયા બાદ તેઓની સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે. યુપી પોલીસ ટેઝર ગન ખરીદવા માગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X