રાહુલ ગાંધી ગમે એટલા ખાટલે બેસે, સફળ નહીં થાય: BJP

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલ ગાંધી ગમે એટલા ખાટલે બેસે, સફળ નહીં થાય: BJP

રાહુલ ગાંધી ગમે એટલા ખાટલે બેસે, સફળ નહીં થાય: BJP

રાહુલ ગાંધી 6 સપ્ટેમ્બરના રોજ અહીંના રુદ્રપુરથી કિસાન યાત્રા શરૂ કરી રહ્યા છે. બીજેપી નેતા મુખ્તર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધીની ખાટ સભાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના છાબડાં બેસાડ્યાં બાદ રાહુલ ગાંધી ગમે એટલા ખાટલા પર બેસે, કંઈ થવાનું નથી.

કાવેરી મુદ્દે કર્ણાટકમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા

કાવેરી મુદ્દે કર્ણાટકમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે કાવેરી નદી જળ વિવાદ વકર્યો છે. કાવેરી જળ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ આજે કર્ણાટકમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. કાવેરી હોરાતા સમિતિએ માંડ્યામાં આજે બંધનું એલાન આપ્યું છે.

હૉસ્પિટલે લઇ જવાના બદલે કોથળીમાં પેક કરી પોલીસે દર્દીને ફેંકી દીધો

હૉસ્પિટલે લઇ જવાના બદલે કોથળીમાં પેક કરી પોલીસે દર્દીને ફેંકી દીધો

ઝારખંડના ઘાટશિલામાં સારવાર આપવાના બદલે પોલીસે દર્દીને ગરનાળામાં ફેંકી દીધો. દર્દી 20 કલાક સુધી વરસાદમાં પલળતો રહ્યો હતો. જેને કારણે તેને ન્યુમોનિયા થઇ ગયો અને પગમાં પણ સડો થઇ ગયો હતો. જેથી દર્દીનો પગ કાપવાની જરૂર પડી હતી.

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુના પુંછ સેક્ટરમાં સોમવાર રાતથી ગોળીબાર થઈ રહ્યો છે. ભારતીય સૈન્યની 6 પોસ્ટને નિશાન બનાવી છે. પાકિસ્તાન દ્વારા હળવા અને મધ્યમ હથિયારો ઉપરાંત મોર્ટારનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અખિલશે 18 વર્ષથી વધુ વયના લોકોને મફત સ્માર્ટફોન આપશે

અખિલશે 18 વર્ષથી વધુ વયના લોકોને મફત સ્માર્ટફોન આપશે

વિધાનસભાની ચૂંટમી પહેલા અખિલેશ સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. અખિલેશે જાહેરાત કરી કે સપા સત્તામાં આવશે તો જુલાઇ 2017થી સ્માર્ટ ફોનનું વિતરણ શરૃ કરી દઇશું. અગાઉ સમાજવાદી પાર્ટીએ વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપવાની જાહેરાત કરી હતી.

પંજાબના CM ઉમેદવાર બની શકે છે સિદ્ધુ

પંજાબના CM ઉમેદવાર બની શકે છે સિદ્ધુ

આપના કન્વીનર પદથી હટાવવામાં આવેલા સુચ્ચા સિંહ છોટેપુર હવે નવજોત સિદ્ધુની નવી પાર્ટી આવાઝ-એ-પંજાબના ચીફ કન્વીનર બની શકે છે. સિદ્ધુએ જ આ વિશે તેમને પ્રપોઝલ આપી છે. સિદ્ધુ ઈચ્છે છે કે તેઓ આ પાર્ટીના સીએમ ઉમેદવાર બને અને છોટેપુર પાર્ટીની દરેક જવાબદારી સંભાળે.

લો બોલો, દયાશંકરે કૂતરા સાથે કરી માયાવતીને સરખામણી

લો બોલો, દયાશંકરે કૂતરા સાથે કરી માયાવતીને સરખામણી

ભાજપના પૂર્વ નેતા દયાશંકર સિંહે ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક સભાને સંબોધી હતી. દરમિયાન દયાશંકરે માયાવતીની સરખામણી કૂતરા સાથે કરતા હોબાળો મચ્યો. કૂતરા સાથે સરખામમી કરતા કહ્યું કે માયાવતી એક ડરપોક અને દગાખોર મહિલા છે. હોબાળો થતાં દયાશકરે કહ્યું કે હું માત્ર ઉદાહરણ આપતો હતો.

અન્ના હજારેનો કેજરીવાલ પર પ્રહાર નવો પ્રહાર

અન્ના હજારેનો કેજરીવાલ પર પ્રહાર નવો પ્રહાર

દિલ્હી સરકારના પ્રધાન સંદીપ કુમારની સેક્સ સીડી બહાર આવ્યા બાદ સમાજવેક અન્ના હજારેએ પણ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. અન્ના હજારેએ કહ્યું કે, તેમણે કેજરીવાલને પહેલા જ સાવચેત કર્યા હતા, પરંતુ કેજરીવાલે કોઈ વાત ન માની. લોકોનું ચરિત્ર જરૂર એક વાર જોઈ લે છે.

પાઇરેટેડ ફિલ્મ ઓનલાઇન જોનારા પર કેસ ન થઇ શકેઃ બોમ્બે હાઇકોર્ટ

પાઇરેટેડ ફિલ્મ ઓનલાઇન જોનારા પર કેસ ન થઇ શકેઃ બોમ્બે હાઇકોર્ટ

મુંબઇ હાઇકોર્ટે કહ્યું છે કે ફિલ્મની પાઇરેટેડ નકલ નિહાળવી તે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો બને છે તેમ કહેવું ભૂલભરેલું છે. જસ્ટીસ ગૌતમ પટેલે કહ્યું કે કોપીરાઇટથી સુરક્ષિત સામગ્રીના પૂર્વમંજૂરી વિના વિતરણ, તેના જાહેર પ્રદર્શન,વેચાણ કે ભાડે લેવાથી અપરાધ બને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X