અર્શીએ જવાબ આપ્યો તે અફ્રીદીની પ્રેમિકા નથી ફેન છે

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અર્શીએ જવાબ આપ્યો તે અફ્રીદીની પ્રેમિકા નથી ફેન છે

અર્શીએ જવાબ આપ્યો તે અફ્રીદીની પ્રેમિકા નથી ફેન છે

હાલમાં શાહીદ અફ્રીદી સાથે અફેરને લઈને ચર્ચામાં આવેલી ઈન્ડીયન મોડેલ અને એક્ટર અર્શી ખાને ઘણી બબાલ મચ્યાં બાદ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ બધી જ વાતો બકવાસ છે. હું શાહીદ અફ્રીદીની માત્ર ફેન છું પ્રેમિકા નથી.

ઇન્દ્રાણી મુખર્જી જ શીનાની માતા

ઇન્દ્રાણી મુખર્જી જ શીનાની માતા

દેશના હઈપ્રોફાઈલ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. તપાસના દોરમાં પોલીસની મોટી સફળતા હાંસલ થઈ હોય તેવા સમાચાર છે. રાયગઢના જંગલોમાંથી મળેલ લાશના હાડપિંજરના ડીએનએ અને ઇન્દ્રાણી તેમજ મિખાઈલ બોરાના ડીએનએ મેચ થઈ ગયા છે.

દીદી માટે દાદા કરશે શો હોસ્ટ

દીદી માટે દાદા કરશે શો હોસ્ટ

જી હા, સાચું સમજ્યાં. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટર સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના અનુરોધ પર એક શો હોસ્ટ કરશે.

પૂર પિડીતોને જમ્મુમાં શ્રદ્ધાંજલિ

પૂર પિડીતોને જમ્મુમાં શ્રદ્ધાંજલિ

વર્ષ 2014માં જમ્મુ કાશમીરમાં ભયાનક પૂર આવ્યો હતો. સેંકડો લોક બેઘર બન્યા હતા, તો ઘણાં આ હોનારતનો ભોગ બન્યા હતા. ગઈકાલે તેમની યાદમાં જમ્મુમાં પૂર પિડીતોને લોકોએ કેન્ડલ પ્રગાટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સચિન પાયલટનો જન્મદિવસ

સચિન પાયલટનો જન્મદિવસ

ગઈકાલે રાજસ્થાન કોંગ્રેસના ચીફ સચિન પાયલટનો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસે કાર્યકર્તાઓએ તેમનું ફુલોની માળા દ્વારા અભિવાદન કર્યું હતુ.

ખજાનાની લાલચમાં 12 વર્ષના માસૂમની બલી

ખજાનાની લાલચમાં 12 વર્ષના માસૂમની બલી

ઉત્તરપ્રદેશના અલીગઢમાં નરબલીનો એક કિસ્સો સામે આવ્યો છે. અલીગઢમાં દોઢ વર્ષ બાદ એક યુવકે 12 વર્ષના બાળકની બલી આપી હોવાનું કબુલ્યું છે. વર્ષ 2014ની 11 માર્ચે 12 વર્ષીય ઝાકીરની તેના જ મહોલ્લાના ઈમરાને ખજાનાની લાલચમાં બલી આપી દીધી હતી.

પંચાયતને બનાવી દીધી જોડી

પંચાયતને બનાવી દીધી જોડી

પ્રેમના દુશ્મન બની ચૂકેલ પંચાયતોનો એક નવો ચહેરો સામે આવી રહ્યો છે. કિસ્સો ઉત્તરપ્રદેશના લખનઉનો છે. પ્રેમી યુગલને ડેટ કરતા જોઈને પંચાયતે સામુહિક નિર્ણય કરીને આ જોડાને પોતાના ખર્ચે લગ્ન કરાવી આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X