આંતકીઓના નિશાના પર અ'દાવાદ સહિત દેશના 7 એરપોર્ટ, એલર્ટ જારી
નવી દિલ્હી, 21 જુલાઇ: આતંકવાદી ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં છે. દેશના સાત મોટા એરપોર્ટ્સ આતંકવાદીઓના નિશાના પર છે. આતંકવાદીઓ એરપોર્ટ પર હુમલાની સાથે સાથે પ્લેન હાઇજેક કરવાનું પણ સડયંત્ર કરી રહ્યા છે. ઇન્ટેલિસન્સ બ્યુરો દ્વારા આ સડયંત્રના પગલે એલર્ટ જાહેર કરાયું છે.
ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર દેશના સાત મોટા શહેરો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, બેંગલુરુ, હૈદરાબાદ અને ગુવાહાટીના હવાઇ મથકના નિશાના પર છે. સુરક્ષા એજન્સીઓ છેલ્લા કેટલાક દિવસોથી આતંકીઓની સરહદપાર થઇ રહેલી વાતચીત પર નજર રાખીને બેઠી છે. એરપોર્ટ પર હુમલાના સડયંત્રની જાણ આ વાતચીતના આધારે જ માલૂમ પડી છે.

સુરક્ષા એજન્સીએ આ એલર્ટ બાદ દેશના બધા જ પ્રમુખ હવાઇ મથકોની સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરી દીધો છે. સીઆઇએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
