Shani Chandra Grahan: ભારતમાં 18 વર્ષ બાદ શનિ ચંદ્ર ગ્રહણ, ઘણા શહેરોમાં દેખાઈ ખગોળીય ઘટના, જુઓ ફોટા
Shani Chandra Grahan: ગ્રહણ એક ખગોળીય ઘટના છે. સામાન્ય રીતે જ્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટના જોવા મળે છે. પરંતુ આ વર્ષે શનિ ચંદ્રગ્રહણની ઘટના છેલ્લા 18 વર્ષમાં પ્રથમ વખત જોવા મળી હતી. અગાઉ, શનિ ચંદ્રગ્રહણની ઘટના ભારતમાં 2 ફેબ્રુઆરી 2007ના રોજ જોવા મળી હતી.
શનિ ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના લગભગ 18 વર્ષ પછી જોવા મળી રહી છે. ગ્રહણ સમયે ચંદ્ર પૃથ્વીથી અંદાજે 3,64,994 કિલોમીટર દૂર હશે, જ્યારે પૃથ્વીથી શનિનું અંતર અંદાજે 134 કરોડ કિલોમીટર હશે.

અંતરમાં આટલો તફાવત હોવા છતાં, આકાશમાં તેમની સ્થિતિ એવી હશે કે જ્યારે પૃથ્વીના ચોક્કસ ભાગમાંથી જોવામાં આવે ત્યારે, ચંદ્ર શનિ ગ્રહને આવરી લેતો દેખાય છે. ખગોળીય ઘટના દરમિયાન ચંદ્ર પૃથ્વીથી અંદાજે 3,64,994 કિલોમીટર દૂર હશે, જ્યારે પૃથ્વીથી શનિનું અંતર અંદાજે 134 કરોડ કિલોમીટર હશે.
શનિ ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના બુધવારે રાત્રે 11.57 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 3.57 વાગ્યે સમાપ્ત થઈ હતી. ભારતમાં આ ઘટના સવારે 12:50 થી બપોરે 3:10 વાગ્યા સુધી જુદી જુદી જગ્યાએ જોવા મળી હતી. આ ગ્રહણ ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ઘણા રાજ્યોમાં દેખાતું ન હતું, જ્યારે બંગાળમાં તે સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.
#WATCH | Kolkata, West Bengal: Shani Chandra Grahan, also known as the Lunar Occultation of Saturn, was observed in several parts of the country on the night of July 24-25.
— ANI (@ANI) July 24, 2024
(Visuals from Garfa area) pic.twitter.com/FvLzn5g2hN
#WATCH | Delhi: Shani Chandra Grahan, also known as the Lunar Occultation of Saturn, was observed in several parts of the country on the night of July 24-25.
— ANI (@ANI) July 24, 2024
(Visuals from India Gate) pic.twitter.com/CGOM8IF6fV












Click it and Unblock the Notifications
