For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમંત્રણ છતાં પીએમ મોદીના શપથ ગ્રહણમાં ન ગયા શરદ પવાર, આ વાતથી હતા નારાજ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પીએમ નરેન્દ્ર મોદી તેમજ મંત્રીઓના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ ન થયા અને તે મુંબઈ પાછા આવી ગયા.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રપતિ ભવનમાં ગુરુવારે સાંજે આયોજિત સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. શપથ ગ્રહણ સમારંભમાં સત્તાધારી દળના નેતાઓ ઉપરાંત વિપક્ષી દળોના નેતા પણ હાજર રહ્યા. જો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પીએમ નરેન્દ્ર મોદી તેમજ મંત્રીઓના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ ન થયા અને તે મુંબઈ પાછા આવી ગયા. આની પાછળનું કારણ શરદ પવારને પાંચમી લાઈનમાં સીટ મળવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં જોવા મળ્યા આ ફિલ્મી સ્ટાર્સ, બોલિવુડ ક્વીને કહી આ વાતઆ પણ વાંચોઃ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં જોવા મળ્યા આ ફિલ્મી સ્ટાર્સ, બોલિવુડ ક્વીને કહી આ વાત

પાંચમી લાઈનમાં સીટ મળવાથી નારાજ હતા શરદ પવાર

પાંચમી લાઈનમાં સીટ મળવાથી નારાજ હતા શરદ પવાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર શરદ પવાર નારાજ હતા કારણકે તેમને ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર શપથ ગ્રહણ સમારંભમાં પાંચમી લાઈનમાં સીટ આપવામાં આવી હતી. બાદમાં શરદ પવારની પાર્ટી તરફથી આ બાબતે માહિતી આપવામાં આવી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવકતા નવાબ મલિકે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે શરદ પવાર વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે અને તે મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે.

એનસીપીના કોંગ્રેસમાં વિલયની અટકળોને પવારે ફગાવી

એનસીપીના કોંગ્રેસમાં વિલયની અટકળોને પવારે ફગાવી

એનસીપીના પ્રવકતાએ જણાવ્યુ કે શરદ પવારના કાર્યાલય કર્મીઓએ જોયુ કે તેમના બેસવા માટે જે સીટ નક્કી કરવામાં આવી છે તે પ્રોટોકોલ મુજબ નથી. એટલા માટે તે આ કાર્યક્રમમાં શામેલ ન થયા. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શરદ પવારના નિવાસ સ્થાને મુલાકાત કરી. આ મુલાકાત બાદ એનસીપીના કોંગ્રેસમાં વિલયની ચર્ચા થવા લાગી. જો કે પવારે આ અટકળોને ફગાવી દીધી.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે એનસીપીએ મળીને લડી હતી લોકસભા ચૂંટણી

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે એનસીપીએ મળીને લડી હતી લોકસભા ચૂંટણી

શરદ પવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ ટ્વીટ કર્યુ, ‘દિલ્લીમાં મારા નિવાસ સ્થાને, અમે આગામી વિધાનસભા ચૂંટણીઓ અને મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ વિશે ચર્ચા કરી.' તમને જણાવી દઈએ કે હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને મહારાષ્ટ્રમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધને 48માંથી 41 સીટો પર કબ્જો જમાવ્યો હતો.

English summary
sharad pawar skips pm modi's swearing-in ceremony, NCP explains later
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X