શરદ પવાર રાજીનામાં પર ફરી વિચારશે, જાણો શું કહ્યું અજીત પવારે?
એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરીને મહારાષ્ટ્રની રાજનીતિમાં ભુંકપ સર્જ્યો છે. જો કે હવે અજીત પવારનું એક નિવેદન આવ્યુ છે અને તેમાં અધ્યક્ષ પદને લઈને ફરી વિચાર કરવાની વાત કરી છે.
મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારે શરદ પવારના રાજીનામા અંગે ખુલાસો કર્યો છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, શરદ પવાર સાથે રાજીનામું પાછું ખેંચવા માટે વાત કરી છે. તેઓ તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા સંમત થયા છે.

NCP પ્રમુખ પદેથી શરદ પવારના રાજીનામા અંગે અજિત પવારે આગળ કહ્યું કે, શરદ પવાર પાર્ટીમાંથી રાજીનામું આપવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે બેથી ત્રણ દિવસ લેશે.
શરદ પવારના આ નિર્ણયે મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. શરદ પવારના રાજીનામા બાદ પાર્ટી માટે મોટુ રાજકીય સંકટ સર્જાયું છે. જો કે NCPના અન્ય નેતાઓ આ વાતને નકારી રહ્યા છે.
પવારે પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા પછી, નવા અધ્યક્ષને લઈને બબાલ શરૂ થઈ છે. આ પહેલા અજિત પવારે કહ્યું હતું કે તેમણે રાજીનામાનું કારણ જણાવ્યું નથી. આવી રીતે રાજીનામાની જાહેરાત યોગ્ય નથી. આ અંગે પાર્ટીના નેતાઓની બેઠક યોજાશે, જેમાં પાર્ટીના અન્ય નેતાઓ પણ ભાગ લેશે. આ પછી પાર્ટીની મુખ્ય સમિતિ રાજીનામા પર નિર્ણય લેશે.












Click it and Unblock the Notifications
