Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-ઉદ્ધવ ઠાકરેની લડાઈમાં શરદ પવારને લોટરી, જાણો કેવી રીતે?

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અધાડીની ત્રણ મોટી પાર્ટીઓએ સરખી સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીરી એકસરખી રીતે 85-85 સીટો પર ચૂંટણી લડશે. આ સીટ શેરિંગમાં શરદ પવારની એનસીપી મોટા ફાયદામાં રહી છે.

Sharad Pawar

કેટલીક સીટોને લઈને ચર્ચા બાકી છે ત્યારે અત્યાર સુધી શરદ પવારની આગેવાની હેઠળ કોંગ્રેસ અને શિવસેના યુટીબી વચ્ચે સીટોની વહેંચણીમાં પવારની એનસીપી મોટી વિજેતા રહી છે. કોંગ્રેસ-ઉદ્ધવ સેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો શરદ પવારને ફાયદો થયો છે.

જણાવી દઈએ કે, વિપક્ષ એમવીએમાં માત્ર સીટની વહેંચણીને લઈને જ નહીં પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેના પર પણ લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. શિવસેના અને કોંગ્રેસ ચૂંટણી જીતે તો મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી રહ્યા છે.

શિવસેના (યુબીટી)એ ઉદ્ધવ ઠાકરેને તેના સીએમ ચહેરા તરીકે રજૂ કર્યા છે પરંતુ કોંગ્રેસ પાસે હજુ સુધી સીએમ ચહેરા માટે કોઈ ઉમેદવાર નથી પરંતુ લોકસભાની ચૂંટણીમાં તે મહારાષ્ટ્રમાં સૌથી વધુ સીટો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. બીજી તરફ શરદ પવારની એનએસપી મુખ્યમંત્રી પદને લઈને મૌન છે.

પીઢ રાજનેતા ગણાતા શરદ પવારે NCP (SP) ઉમેદવારોની પસંદગી અને તેમના ચૂંટણી એજન્ડા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. NCP લગભગ 75 આસપાસ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરવાની તૈયારી કરી રહી છે જ્યારે MVAના સહયોગી કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના 85 કે તેથી વધુ બેઠકો પર ચૂંટણી લડી શકે છે.

આ સ્થિતિમાં, જે પાર્ટી સૌથી વધુ બેઠકો જીતે તે MVA મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની સ્થિતિમાં આવ્યા પછી મુખ્યમંત્રી પદનો દાવો કરી શકે છે.

લોકસભા ચૂંટણી પર નજર કરીએ તો શરદ પવારે ત્રણેય પક્ષોમાં શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ હાંસલ કર્યો હતો. આ સિવાય છ નવા ચહેરાઓ પર દાવ લગાવવામાં આવ્યો હતો અને તેઓ સફળ રહ્યા હતા.

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, પવારે મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણીમાં પોતાના સાથી પક્ષોમાં ચતુરાઈથી સીટોની અદલાબદલી કરી છે. કેટલીક બેઠકો છોડવા છતાં તે વધુ જીતી શકાય તેવી બેઠકો મેળવવામાં સફળ રહ્યા છે.

પશ્ચિમ મહારાષ્ટ્રની પાટી બેઠક પર શરદ પવારની એનસીપી છેલ્લી બે ચૂંટણીઓમાં હારી રહી છે, તે ઉદ્ધવની શિવસેનાને આપવામાં આવી છે અને તેના બદલામાં તે મરાઠવાડામાં કેટલીક અન્ય બેઠકો મેળવવામાં સફળ રહી છે. આવી જ રીતે વર્તમાન સ્વતંત્ર ધારાસભ્ય ડો. જોર્ગેવારને સપામાં સામેલ કરીને ચંદ્રપુર સીટ મેળવવામાં NCP સફળ રહેશે.

જણાવી દઈએ કે, શરદ પવારની પાર્ટી સૂત્રો જણાવ્યા અનુસાર, પવારનું મૌન ખૂબ મહત્વનું છે કારણ કે તેઓ અન્ય લોકોથી પ્રભાવિત થયા વિના પોતાની પાર્ટી માટે રણનીતિ તૈયાર કરતા રહે છે.

તેમણે કહ્યું કે, છેલ્લા બે મહિનામાં શરદ વારે સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે અને જ્યારથી લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારે તેઓ જ્યારે બોલવા ઈચ્છે છે અને જેની સાથે ઈચ્છે છે તે જ બોલી રહ્યા છે. પાર્ટીને ટિકિટ ઇચ્છુકો તરફથી 1,600 થી વધુ અરજીઓ મળી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X