શશિ શેખર વેમ્પતી બન્યા પ્રસાર ભારતીના નવા સીઇઓ

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ફોસિસના પૂર્વ મુખ્ય આર્કિટેક શશિ શેખર વેમ્પતીને ભારતની પબ્લિક બ્રોડકાસ્ટ કંપની પ્રસાર ભારતીએ તેના નવા સીઇઓ તરીકે પસંદ કર્યા છે. પ્રસાર ભારતીના પૂર્વ સીઇઓ જવાહર સિરકારે તેના પદથી રાજીનામું આપ્યા પછી સાત મહિના પછી વેમ્પતીના નામની આ પદ માટે જાહેરાત થઇ છે. મુખ્યત્વે ટેક્નોક્રેટ વેમ્પતી પ્રસાર ભારતીથી પાર્ટ ટાઇમ મેમ્બર તરીકે જોડાયેલા હતા.

shashi

ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન જસ્ટિસ સીકે પ્રસાદ અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયના સચિવની સંયુક્ત અધ્યક્ષતા બનેલી એક કમેટીએ કરેલી ભલામણથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રસાર ભારતીના સીઇઓની આ નવી જવાબદારી સંભાળવા પહેલા વેમ્પતીએ અનેક મહત્વના પદો પર પણ પોતાની સેવા આપી છે.

English summary
Former Infosys employee Shashi Shekar Vempati has been appointed as the new Chief Executive Officer (CEO) of public broadcaster Prasar Bharati.
Please Wait while comments are loading...