વીડિયો: મંદિરમાં પૂજા દરમિયાન શશી થરૂર ઘાયલ થયા, ટાંકા લીધા
કોંગ્રેસ સાંસદ અને તિરુવનંતપુરમથી ઉમેદવાર શશી થરુરે સોમવારે શહેરના એક મંદિરમાં આયોજિત પૂજા કાર્યક્રમ તુલાભરમ (પોતાના વજન જેટલું દાન મંદિરમાં કરવું) દરમિયાન ઘાયલ થયા.
કોંગ્રેસ સાંસદ અને તિરુવનંતપુરમથી ઉમેદવાર શશી થરુરે સોમવારે શહેરના એક મંદિરમાં આયોજિત પૂજા કાર્યક્રમ તુલાભરમ (પોતાના વજન જેટલું દાન મંદિરમાં કરવું) દરમિયાન ઘાયલ થયા. તેમને માથા પર ઘણી ઇજા થઇ. ઉપચાર માટે તેમને તરત તિરુવનંતપુરમના જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે તેમને માથામાં 6 ટાંકા લગાવ્યા. ઉપચાર કરી રહેલા ડોક્ટર અનુસાર હવે તેઓ ખતરાથી બહાર છે.
આ પણ વાંચો: Lok Sabha Elections 2019: જાણો કઈ પાર્ટી પાસે છે કેટલા રૂપિયા

તુલાભરમ એક એવી પૂજા છે જે કેરળના મંદિરોમાં થાય છે
તુલાભરમ એક એવી પૂજા છે જે કેરળના કેટલાક મંદિરોમાં થાય છે. આ પૂજામાં ભગવાનને જે દાન કરવું હોય તે પોતાના વજન બરાબર હોવું જોઈએ, જેમાં મીઠાઈ અને ફળ શામિલ હોય છે. તેના માટે મંદિરની બહાર વજન કરવા માટે મોટા મોટા ત્રાજવા હોય છે. શશી થરૂર સોમવારે તિરુવનંતપુરમના ભગવાન વિષ્ણુના મંદિરમાં તુલાભરમ પૂજા કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે શશી થરૂર ત્રાજવામાં બેઠા હતા, ત્યારે ત્રાજવું તૂટી ગયું અને તેમના માથા પર ભારે લોખંડનો ટુકડો વાગ્યો.
|
માથામાં 6 ટાંકા
ત્રાજવું તૂટવાને કારણે તેઓ જમીન પર પટકાયા. આ દરમિયાન તેમને માથા અને પગમાં ગંભીર ઘા વાગ્યા. ઉપચાર માટે તેમને તરત તિરુવનંતપુરમના જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે તેમને માથામાં 6 ટાંકા લગાવ્યા. ઉપચાર કરી રહેલા ડોક્ટર અનુસાર હવે તેઓ ખતરાથી બહાર છે. કેરળ આજે પોતાનું નવું વર્ષ વિશુ ઉજવી રહ્યું છે. આ દિવસે લોકો મંદિરોમાં જઈને પૂજા-અર્ચના કરે છે.

હેટ્રિક બનાવવાની તૈયારીમાં શશી થરૂર
શશી થરૂર તિરૂવનંતપુરમ લોકસભા સીટથી હેટ્રિક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમની ટક્કર ભાજપના કુમાનનમ રાજશેખરન અને એલડીએફ ઉમેદવાર દિવાકરણ સાથે છે. તિરૂવનંતપુરમ લોકસભા સીટથી બે વાર સાંસદ રહી ચૂકેલા શશી થરૂર હેટ્રિક બનાવવાની કોશિશમાં છે.












Click it and Unblock the Notifications
