For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પાર્ટીમાંથી બહાર થઈ શકે છે શશિ થરુર, મળી કડક ચેતવણી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુરને કેપીસીસીના અધ્યક્ષ સુધાકરને ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુરને કેપીસીસીના અધ્યક્ષ સુધાકરને ચેતવણી આપી છે કે જો શશિ થરુર પાર્ટીના નિર્ણયો વિરુદ્ધ પોતાનુ મંતવ્ય રાખશે તો તેમને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવશે. વાસ્તવમાં હાલમાં જ શશિ થરુરે કે-રેલ(સિલ્વર લાઈન) વિરુદ્ધ પોતાનુ મંતવ્ય રાખ્યુ હતુ ત્યારબાદ સુધાકરને સ્પષ્ટ રીતે થરુરે ચેતવણી આપી છે. શશિ થરુર પાસે તેમના નિવેદન પર સફાઈ પણ માંગવામાં આવી છે કે જે તેમણે રવિવારે કન્નૂરમાં આપ્યુ હતુ. સુધાકરને કહ્યુ કે પાર્ટીના બધા સાંસદોએ પાર્ટીના નિર્ણયોનુ સમર્થન કરવુ જોઈએ.

Shashi Tharoor

નોંધનીય વાત એ છે કે સુધાકરનનુ નિવેદન એવા સમયમાં આવ્યુ છે જ્યારે શશિ થરુર સતત કે-રેલ પ્રોજેક્ટ વિરુદ્ધ પોતાનુ મંતવ્ય રજૂ કરી રહ્યા છે. તેમણે કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયનની પણ સાર્વજનિક રીતે પ્રશંસા કરી છે. શશિ થરુરે યુડીએફના સાંસદો દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને કે-રેલ પ્રોજેક્ટ વિરુદ્ધ પત્ર પર પણ હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદથી તે વિવાદોમાં આવી ગયા છે. થરુરે કહ્યુ કે જ્યાં સુધી તે આ વિશે વાંચી ન લે ત્યાં સુધી તે આ પ્રોજેક્ટની વિરુદ્ધ ના જઈ શકે, આ પ્રોજેક્ટને લઈને વિસ્તૃત સ્ટડી થયો નથી. આના કારણે તેમણે આના પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો.

શશિ થરુરે કહ્યુ કે તેમણે પત્ર પર હસ્તાક્ષર કર્યા નથી એનો અર્થ એ નથી કે તે કે-રેલન પ્રોજેક્ટનુ સમર્થન નથી કરતા. કે-રેલ મહત્વપૂર્ણ સવાલ ઉભા કરે છે. પર્યાવરણ પર આનાથી શું અસર થશે, આનાથી આર્થિક રીતે શું લાભ થશે, લોકોનુ આના પર શું મંતવ્ય છે, આ બધી વાતોનુ મહત્વ છે. સુધાકરને કહ્યુ કે રાજ્યની સરકાર લોકોની હત્યાઓ રોકવામાં અસમર્થ છે. આ લોકો પાસે ખુફિયા તંત્ર નથી, પોલિસ રાજનીતિમાં શામેલ થઈ ગઈ છે. પિનારાયી વિજયનનુ કેરળની પોલિસ પર કોઈ નિયંત્રણ રહ્યુ નથી.

English summary
Congress MP Shashi Tharoor gets warning that he will be removed from the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X