TDP નેતાએ મહિલા ધારાસભ્યને કહી પોર્ન સ્ટાર
રાજનીતિમાં એકબીજા પર પ્રહારો કરવાના ચક્કરમાં ક્યારેક નેતાઓની જીભ લપસી જતી હયો છે અને ક્યરેક નેતાઓના શબ્દો તમામ હદ તોડી મૂકે તેવા શરમજનક હોય છે.
રાજનીતિમાં એકબીજા પર પ્રહારો કરવાના ચક્કરમાં ક્યારેક નેતાઓની જીભ લપસી જતી હયો છે અને ક્યરેક નેતાઓના શબ્દો તમામ હદ તોડી મૂકે તેવા શરમજનક હોય છે. આવી આંધ્ર પ્રદેશમાં આવું જ કંઇક થયું છે. અહીં તેલુગુ દેશમ પાર્ટીના એમએલએ બુદ્ધા વેનકન્નાએ વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના મહિલા ધારાસભ્ય અને એક્ટ્રેસ રોજા પર પર્સનલ અટેક કરતાં વાંધાજનક ટિપ્પણી કરી હતી. વેનકન્નાએ આરોપ લગાવ્યો કે વિધાયક રોજાએ બ્લૂ ફિલ્મોમાં કામ કર્યું છે જેનાથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. આટલેથી ન અટકતાં વેનકન્નાએ કહ્યું કે મહિલા ધારાસભ્યના અશ્લિલ વીડિયો જોઇને યુવાનો બરબાદ થઇ રહ્યા છે. આ ઉપરાંત વેનકન્નાએ એમ પણ દાવો કર્યો કે પ્રેસ કોન્ફરન્સ પહેલાં રોજા દારૂ પીતી હતી. જણાવી દઇએ કે ટીડીપી નેતાનું આ નિવેદન એ સમયે આવ્યું જ્યારે ચંદ્રબાબુ નાયડૂએ મહિલા સુરક્ષાને લઇને એક દિવસ પહેલાં જ લાંબુંલ ભાષણ આપ્યું હતું.

રોજાને કોઇ વાતની શરમ નથી
વેનકન્નાએ ગત સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રોજાને કોઇ વાતની શરમ નથી. એમની આ હરકતથી મહિલાઓની ભાવનાને ઠેંસ પહોંચી છે. એવામા અમે તમામ ધારાસભ્યો, પાર્ષદોં અને મંત્રિઓથી લઇને મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂનું પણ અપમાન થયું છે. વેનકન્નાએ કહ્યું કે, "યુવાનો તમારા જબરદસ્ત શો અને બ્લૂ ફિલ્મ્સ જોઇ રહ્યા છે અને આનાથી ઇન્ટરનેટ પર ગંદગી ફેલાઇ રહી છે. બ્લૂ ફિલ્મોમાં કામ કરી તમે તેલુગુ ભાષીઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. શું તમે આ વિશે વાત કરશો? શું તમારામા હજુ શરમ છે?" આગળ એમણે એમ પણ માંગણી કરી કે રોજા પોતાના બ્રેથ એનાલાઇજર ટેસ્ટ કરાવે જેથી સચ્ચાઇ સામે આવે.

વાઇએસઆર કોંગ્રેસે જવાબ આપ્યો
વેનકન્નાના આ નિવેદન પર વાઇએસઆરે પલટવાર પણ કર્યો છે. પાર્ટીએ આ નિવેદનને અશ્લિલ કહ્યું. વાઇએસઆર કોંગ્રેસ તરફથી પ્રવક્તા એન પદ્મજાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે આરકે રોજાએ દાચેપલ્લી અને કેટલાક અન્ય મામલાઓમાં અવાજ ઉઠાવ્યો હતો. આ કારણે જ એમના પર આરોપ લગાવવામા આવી રહ્યા છે. જે ટીડીપીની અસહિષ્ણુતાને દર્શાવે છે. સાથે જ આનાથી મહિલાઓની કેટલી ઇજ્જત કરે છે તે પણ ખ્યાલ આવી ગયો છે.

જાણો ધારાસભ્ય રોજા વિશે
રોજાનું આખું નામ રોજ સેલ્વામની છે. 17મી નવેમ્બર 1972ના રોજ એમનો જન્મ થયો હતો. રાજનીતિમાં આવતા પહેલાં તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે કામ કરતાં હતાં. રોજાએ 90ના દશકામાં લગભગ 100 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. એમને બેસ્ટ એક્ટ્રેસ માટે નંદી અવોર્ડ અને તમિલનાડુ સ્ટેટ અવોર્ડ પણ મળી ચૂક્યા છે. 1999માં રોજા રાજનીતિમાં આવી અને તાજેતરમાં તે નગારી વિધાનસભા ક્ષેત્રથી વાઇઆરએસ કોંગ્રેસના ધારાસભ્ય છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
