ઘુસણખોરીમાં આતંકવાદીઓની મદદ કરે છે પાકિસ્તાન: શિંદે

તેમણે જણાવ્યું કે ગૃહમંત્રાલયે સુરક્ષાદળોને તહેવારોના દિવસોમાં ખાસ સાવધાની રાખવા અને શાંતિ બનાવી રાખવા નિર્દેશ કર્યો છે. પોલીસ સ્મૃતિ દિવસ પર અહીં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે 'હું તમામ નાગરિકોને પણ આહ્વાન કરું છું કે તેઓ પણ સાવધાની રાખે.'
તેમણે જણાવ્યું કે જ્યાં સુધી જમ્મુ-કશ્મીરમાં શાંતિ ના છવાય ત્યા સુધી સેનાને પાછી બોલાવી લેવાય તેમ નથી. શિંદેએ જણાવ્યું કે 'જ્યારે હું જમ્મુ-કાશ્મીરમાં હતો ત્યારે મને સ્થાનિક લોકોએ ત્યાથી સેના હટાવી લેવાનો આગ્રહ કર્યો. પરંતુ મેં તેમને જણાવ્યું કે જ્યા સુધી સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ વાતાવરણ ના થઇ જાય ત્યા સુધી અમે તેવું કરી શકીશું નહીં.' ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે સુશીલ શિંદેએ જમ્મુ-કશ્મીરની મુલાકાત લીધી હતી.












Click it and Unblock the Notifications
