Shirdi Sai Temple : 1 મેથી બંધ રહેશે શિરડીનું સાંઇ મંદિર, સામે આવ્યું આ કારણ
Shirdi Sai Temple : મહાકાષ્ટ્રમાં શિરડીના સાંઇ બાબા મંદિરમાં CISFની તૈનાતીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિરડીના ગ્રામીણ CISFની હાજરીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
આ દરમિયાન શિરડીનું સાંઈ બાબા મંદિર 1 મેથી બંધ રહેશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. શિરડીમાં 1 મેથી અનિશ્ચિતકાળનો બંધ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, દેશ અને દુનિયાના કરોડો લોકોને સાંઈમાં શ્રદ્ધા છે. શિરડી મંદિરને સાંઈનું સૌથી પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે.

શિરડીના સાંઈ મંદિરમાં ભક્તો ઘણું દાન કરે છે. આ મંદિરમાં આવતું દાન અવારનવાર ચર્ચાનો વિષય બને છે. આવામાં શિરડીના સાંઈ મંદિરને 1 મેથી બંધ રાખવાની જાહેરાત ભક્તોને આશ્ચર્યચકિત કરી દે તેવી છે.
મહારાષ્ટ્રના મુખ્ય ધાર્મિક પ્રવાસન સ્થળ શિરડીના સાંઈ મંદિરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. સાંઈ બાબા મંદિરની સુરક્ષા માટે CISF તૈનાત કરવાના સરકારના નિર્ણય સામે અનિશ્ચિત મુદ્દત માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે. શિરડીના સાંઈ મંદિરનું પ્રશાસન CISFની તૈનાતીનો વિરોધ કરી રહ્યું છે.
અત્રે નોંધપાત્ર બાબત છે કે, અહમદનગરના શિરડીમાં બનેલું સાંઈ બાબાનું આ મંદિર ભારતની બહાર પણ પ્રખ્યાત છે. દેશ-વિદેશથી લોકો સાંઈ બાબાના દર્શન કરવા આવે છે. શિરડીના સાંઈ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો પહોંચે છે. શિરડીનું સાંઈ મંદિર અહમદનગર-મનમાડ હાઈવે પર આવેલું છે.
નોંધનીય છે કે, આ CISF તમામ ઔદ્યોગિક સંસ્થાઓ, મેટ્રો સ્ટેશન અને એરપોર્ટનું રક્ષણ કરે છે, પરંતુ શિરડી મંદિરમાં રહેતા લોકો ત્યાં CISFની તૈનાતીથી ખુશ નથી.












Click it and Unblock the Notifications
