For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2019 પહેલા શિરોમણિ અકાલી દળનું મોટુ એલાન

આગામી લોકસભા ચૂંટણી પહેલા શિરોમણિ અકાલી દળે મોટુ એલાન કર્યુ છે. શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યુ કે તેમનો પક્ષ 2019 માં થનારી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડશે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી પહેલા શિરોમણિ અકાલી દળે મોટુ એલાન કર્યુ છે. શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યુ કે તેમનો પક્ષ 2019 માં થનારી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડશે. પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી બાદલે કહ્યુ કે તેમનો પક્ષ કોઈની પણ મદદ વિના ચૂંટણીમાં જીત મેળવશે. શિરોમણિ અકાલી દળ એકલા જ હરિયાણામાં કોઈ પક્ષની મદદ વિના ચૂંટણી મેદાનમાં ઉતરશે.

sukhbirsingh badal

તમને જણાવી દઈએ કે આ પહેલા શિરોમણી અકાલી દળ ઈન્ડિયન નેશનલ લોકદળ સાથે સંગઠન કરીને હરિયાણમાં ચૂંટણી લડતી હતી પરંતુ બંને પક્ષોએ થોડા મહિના પહેલા જ આ ગઠબંધન તોડી દીધુ છે. બાદલે એલાન કર્યુ છે કે જો શિરોમણિ અકાલી દળ ચૂંટણીમાં જીતશે તો પક્ષ કૃષિ ક્ષેત્રમાં લોકોને 400 યુનિટ મફત વિજળી આપશે તેમજ સિંચાઈ માટે મફત ખેતરો સુધી મફત પાઈપ પહોંચાડશે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલાં શરૂ થયેલું ઉપવાસનું શસ્ત્ર કેટલું કારગર નિવડશે?આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલાં શરૂ થયેલું ઉપવાસનું શસ્ત્ર કેટલું કારગર નિવડશે?

આ રેલીમાં સુખબીર સિંહ બાદલ ઉપરાંત પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયા અને હરિયાણાના પક્ષ ઈન્ચાર્જ બલવિંદર સિંહ ભૂંદેર પણ હાજર હતા. આ દરમિયાન અમુક લોકોએ બાદલને કાળા વાવટા બતાવ્યા અને તેમની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા.

આ પણ વાંચોઃ કેરળ પૂર: જાણો કોણે કેટલી મદદ કરીઆ પણ વાંચોઃ કેરળ પૂર: જાણો કોણે કેટલી મદદ કરી

English summary
Shiromani Akali Dal announces to contest alone in Haryana. Party says we will win in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X