For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ-એનસીપી અને શિવસેના પાસે 165 ધારાસભ્યોઃ સંજય રાઉત

કોંગ્રેસ-એનસીપી અને શિવસેના પાસે 165 ધારાસભ્યોઃ સંજય રાઉત

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ તેજીથી બદલાઈ રહ્યા છે, જ્યાં આ મામલે આજે સુપ્રીમ કોર્ટની સુનાવણઈ થનાર છે કેમ કે સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અરજી દાખલ કરી સરકાર ગઠનની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્મરાં ભાજપ અને અજીત પવારે મળી સરકાર બનાવી લીધી છે જ્યારે એનસીપી પ્રમુખ શરદ પવાર આજે એક મહત્વની બેઠક કરનાર છે ત્યારે સંજય રાઉતે મીડિયામાં નિવેદન આપી દાવો કર્યો છે કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પાસે 164 ધારાસભ્યો છે.

અમારી પાસે 165 ધારાસભ્યો

અમારી પાસે 165 ધારાસભ્યો

સંજય રાઉતે રવિવારે કહ્યું કે શરદ પવાર એક રાષ્ટ્રીય નેતા છે. જો ભાજપ સરકાર બનાવવાની કોશિશ કરે છે તો આ ન બની શકે. ભાજપે ખોટું પગલું ઉઠાવ્યું છે. ભલે તેમણે અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે પરંતુ તેઓ બહુમત સાબિત નહિ કરી શકે.

સીબીઆઈ, ઈડી અને આવકવેરા ભાજપના કાર્યકર્તા છે

સંજય રાઉતે ભાજપ પર આરોપ લગાવ્યો કે સીબીઆઈ, ઈડી અને આવકવેરા વિભાગ ભાજપના કાર્યકર્તા છે. પરંતુ ભાજપ પોતાની જ ગેમમાં ફસાઈ ગયું છે, આ તેમના અંતની શરૂઆત છે.

અજીત પવારે પોતાના કાકાની પીઠ પર ચાકુ ભોંક્યું

જ્યારે અગાઉ પણ સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેમણે દેશની જનતા સાથે દગો કર્યો છે, એટલું જ નહિ અજિત પવાર પર પણ હુમલો બોલતા કહ્યું હતું કે તેમણે શરદ પવાર અને મહારાષ્ટ્રની જનતા સાથે દગો આપ્યો છે. તેમણે કહ્યું કે અજિત પવારે જેલ જવાથી બચવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે અને ભાજપ સરકાર બનાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, અજીત પવારે આ ઉંમરે પોતાના કાકાની પીઠમાં ચાકૂ ભોંક્યું છે, જનતા જોઈ રહી છે.

સુપ્રીમ કોર્ટ પહોંચ્યું મહારાષ્ટ્રનું રાજકીય સંકટ, 3 જજની બેંચ સુનાવણી કરી રહી છેસુપ્રીમ કોર્ટ પહોંચ્યું મહારાષ્ટ્રનું રાજકીય સંકટ, 3 જજની બેંચ સુનાવણી કરી રહી છે

English summary
shiv sena, congress and ncp has 165 MLAs says sanjay raut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X