For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના

શિવસેના મુંબઈમાં ગેરકાયદેસર લેડીઝ ઈનરવેર મેનીક્વીન (દુકાન પર કપડા પહેરેલા પૂતળા)ને હટાવવાના નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીની સહયોગી પાર્ટી શિવસેનાને તેના તેવર માટે ઓળખવામાં આવે છે. પોતાના નિર્ણયો માટે હંમેશાથી સમાચારોમાં રહેતી શિવસેના ફરીથી એકવાર ચર્ચામાં છે. શિવસેના મુંબઈમાં ગેરકાયદેસર લેડીઝ ઈનરવેર મેનીક્વીન (દુકાન પર કપડા પહેરેલા પૂતળા)ને હટાવવાના નિર્દેશ આપ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાની લૉ કમિટીના ચેરમેન અને શિવસેનાના કોર્પોરેટર શીતલ મહાત્રેએ બીએમસીના અધિકારીઓને કહ્યુ કે તે આગામી દિવસોમાં મુંબઈમાં દુકાનોમાંથી ગેરકાયદેસર લેડીઝ ઈનરવેર મેનીક્વીનને હટાવો.

આ પણ વાંચોઃ સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યાઆ પણ વાંચોઃ સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા

દોષી જણાતા દુકાનદારોનું રદ થઈ શકે છે લાયસન્સ

દોષી જણાતા દુકાનદારોનું રદ થઈ શકે છે લાયસન્સ

શીતલ મહાત્રેએ કહ્યુ છે કે આ દરમિયાન જો કોઈ દોષી જણાશે તો તેનુ લાયસન્સ રદ કરી દેવામાં આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ શીતલ મહાત્રેએ કહ્યુ કે લૉ કમિટી સામે આ પ્રપોઝલ છેલ્લા 6 વર્ષોથી સામે આવી રહી છે. પરંતુ બીએમસી પાસે આવા ગેરકાયદેસર રીતે લગાવાયેલા મેનીક્વીન સામે કાર્યવાહી કરવા માટે કોઈ કડક નિયમો નથી. જો કે આ પૂતળાને લગાવવાની એક યોગ્ય રીત છે અને હવે અમે દોષી જણાતા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

પૂતળાને હટાવવા પાછળ આ છે કારણ

પૂતળાને હટાવવા પાછળ આ છે કારણ

સોમવારે લૉ કમિટીની થયેલી બેઠકમાં આ પૂતળાઓને હટાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. મીટિંગ બાદ શીતલ મહાત્રેએ કહ્યુ કે મે અધિકારીઓને આવા પૂતળા લગાવનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે અને જો જરૂર પડી તો લાયસન્સ પણ રદ કરી દેવામાં આવી શકે છે. તેમણે કહ્યુ કે મહિલાઓ માટે આવી જાહેરાતની કોઈ જરૂર નથી કારણકે તેમને ખબર છે કે ક્યાં શું મળશે. જો આને લગાવવામાં પણ આવે તો તેની એક રીત હોય છે. એટલા માટે અમે આદેશ આપ્યા છે કે દોષી જણાતા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

પહેલા પણ થઈ ચૂકી છે આવા પૂતળા હટાવવાની માંગ

મુંબઈમાં કપડાની દુકાનો અને શો રૂમમાં ગેરકાયદેસર રીતે લાગેલા આવા પૂતળાને હટાવવાની માંગ ઘણી જૂની છે. વર્ષ 2013માં શિવસેના કોર્પોરેટર ઋતુ તાવડેએ મહિલાઓ માટે ઈનરવેર વેચતી દુકાનો પર લાગતા આવા પૂતળાઓને હટાવવાની માંગ કરી હતી. જો કે એ દરમિયાન બીએમસી પ્રશાસને નિયમોનો હવાલો આપીને આવા દુકાનદારો સામે સખત કાર્યવાહી કરવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ આ વખતના આદેશોથી લાગે છે કે દુકાનદારોએ આવા પૂતળા હટાવવા પડશે.

English summary
Shiv Sena Corporator ordered BMC to remove illegal lingerie mannequins from shops
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X