For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી સામે વાઘણની જેમ લડી મમતા બેનર્જીઃ શિવસેના

પશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચે ચાલી રહેલ ઘમાસાણ પર શિવસેનાએ મમતા બેનર્જીની પ્રશંસા કરી છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચે ચાલી રહેલ ઘમાસાણ પર શિવસેનાએ મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યુ છે કે મમતા સાથે રાજકીય રીતે તેમની વિચારધારા અલગ હોઈ શકે છે પરંતુ એ વાતથી ઈનકાર ન કરી શકારય કે તે એક વાઘણની જેમ લડી છે. સામનામાં કહ્યુ છે કે ભાજપની હાલત ખરાબ છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં તે 100 સીટો પર સમેટાઈ જશે.

shivsena-mamta

સામનાએ પોતાના સંપાદકીયમાં પશ્ચિમ બંગાળના વિવાદમાં સીબીઆઈને કોઈ પક્ષ ન ગણીને આને સીધી નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીની લડાઈ ગણાવી છે. સામનામાં કહેવામાં આવ્યુ છે કે જે હાલત આજે પશ્ચિમ બંગાળની છે તે આખા દેશની છે. સીબીઆઈની ટીમ એક પોલિસ કમિશ્નરની પૂછપરછ કરવા જાય છે અને કોઈ વોરન્ટ કોઈ કાગળપત્ર નથી લઈ જતી તો તેને શું સમજવામાં આવે. સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે, આ સરકારે કોઈ સંસ્થાને છોડી નથી જેના પર હુમલો ના થઈ રહ્યો હોય. સીબીઆઈ, અદાલત, નીતિપંચ, રિઝર્વ બેંક બધા પોતાનું મહત્વ ગુમાવી રહ્યા છે. બધાને આ સરકારે નબળી પાડવાનું કામ કર્યુ છે.

સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે કે તે ચિટફંડ મામલે કોઈ પણ પ્રકારના આરોપીઓના પક્ષમાં નથી. જેણે ગરબડ કરી છે તે પકડાવો જોઈએ. સીબીઆઈ બંગાળ તો પહોંચી ગઈ પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં દેશ સાથે જે છેતરપિંડી થઈ રહી છે તેમાં સીબીઆઈએ શું કર્યુ છે. આજે દેશનો માહોલ 2014 જેવો નથી, સામાન્ય ચૂંટણીમાં ભાજપ 100 સીટોમાં સમેટાઈ જશે.

આ પણ વાંચોઃ વિઝા સ્કેમમાં ફસાયેલા ભારતીય છાત્રો પર અમેરિકાએ આપ્યુ નિવેદન, ગુના વિશે હતી માહિતીઆ પણ વાંચોઃ વિઝા સ્કેમમાં ફસાયેલા ભારતીય છાત્રો પર અમેરિકાએ આપ્યુ નિવેદન, ગુના વિશે હતી માહિતી

English summary
Shiv Sena in Saamana Mamata Banerjee fought like a tigress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X