Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બંગાળ ભાજપા અધ્યક્ષ સામે શિવસેનાએ પોતાનો ઉમેદવાર ઉતાર્યો

એનડીએ સહયોગી દળ શિવસેનાએ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. શિવસેનાએ એલાન કર્યું છે કે પાર્ટી પશ્ચિમ બંગાળની 15 લોકસભા સીટો પર ચૂંટણી લડશે.

એનડીએ સહયોગી દળ શિવસેનાએ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. શિવસેનાએ એલાન કર્યું છે કે પાર્ટી પશ્ચિમ બંગાળની 15 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. શિવસેના પહેલીવાર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડી રહી છે. ભાજપા પર પ્રહાર કરતા શિવસેનાનાં રાજ્ય મહાસચિવ અશોક સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટીએમસીના બધાજ ભ્રષ્ટ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે, જેને તેઓ સત્તાધારી પાર્ટીનો વિસ્તારિત હિસ્સો બનાવી રહ્યા છે.

Lok Sabha elections 2019

શિવસેનાએ પશ્ચિમ બંગાળ માટે 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે અને કહ્યું છે કે ખુબ જ જલ્દી તેઓ બીજા 4 ઉમેદવારોનું નામ પણ જાહેર કરી દેશે. તેની સાથે શિવસેના પશ્ચિમ બંગાળમાં 15 ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ઘણા હાલના સાંસદ અને ટીએમસી વિધાયક ભાજપમાં શામિલ થયા છે. શિવસેનાએ જે સીટો પર પોતાના ઉમેદવારોના નામનું એલાન કર્યું છે, તેમાંથી કેટલીક સીટો પર ભાજપે પોતાની દાવેદારી મજબૂત કરી છે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ અમેઠીમાં કોંગ્રેસના નેતાને કહ્યું - 2022 ની તૈયારી કરો

અશોક સરકારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને પડકાર નહીં આપી શકે એટલા માટે શિવસેના મેદાનમાં આવી રહી છે. અશોક સરકારે કહ્યું કે તેઓ મિદનાપુર લોકસભા સીટથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ અને ટીએમસી ઉમેદવાર માનસ ભુંનીયા સામે ચૂંટણી લડશે. વર્ષ 2016 દરમિયાન શિવસેનાએ 18 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ કોઈ પણ ઉમેદવાર સફળ થયો ના હતો.

આ પણ વાંચો: લાલુના પરિવારમાં લડાઈ, તેજપ્રતાપે બે સીટો પર ઉમેદવારોનું એલાન

પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટો છે અને અહીં સાત તબક્કામાં મતદાન થશે. વોટોની ગણતરી 23 મેં દરમિયાન થશે. ભાજપને આ વખતે અહીંથી વધારે સીટો જીતવાની આશા છે. ટીએસસીને વર્ષ 2014 દરમિયાન 34 સીટો, ભાજપને 2 સીટો, કોંગ્રેસને 4 સીટો અને સીપીએમ પાસે 2 સીટો ગઈ હતી.

આ પણ વાંચો: ચૂંટણી રેલીમાં સંબિત પાત્રા ભગવાનની મૂર્તિ લઈ પહોંચ્યા, કોંગ્રેસે નોંધાવી ફરિયાદ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X