ભારતમાં દમ હોય તો પાકિસ્તાનમાંથી દાઉદને પકડીને લાવે: શિવસેના
મુંબઇ, 29 ડિસેમ્બર: મોસ્ટ વોંટેડ ડોન દાઉદ ઇબ્રાહીમનો તાજો ઓડિયો સામે આવ્યા બાદ શિવસેનાએ ભારત સરકારને તેને પકડવાના અભિયાનને વધુ ઝડપી બનાવવા માટે જણાવ્યું છે. શિવસેનાએ સામનામાં એક લેખમાં લખ્યું છે કે દાઉદને પકડવા માટે ભારત સરકાર કરાચીમાં અભિયાનની શરૂઆત કરે.
સામનામાં લખેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે અમેરિકાએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જઇને ઠાર માર્યો હતો તેવી જ રીતે ભારતે પણ કરાચીમાં અભિયાન ચલાવીને દાઉદને ઠાર મારવાની કોશીશ કરવી જોઇએ.

નોંધનીય છે કે ભારત સરકારે પાકિસ્તાનથી દાઉદને ભારતને સોંપવા જણાવ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે તેમણે પાકિસ્તાન સરકારને દાઉદની વિરુદ્ધ પુરતા પુરાવા સોંપ્યા છે. શિવસેનાનું કહેવું છે કે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓનો ખેલ ખત્મ થવો જોઇએ. અમારી સરકાર કહે છે કે તે તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. પરંતુ આનાથી શું ફાયદો થવાનો છે આ ઘણા વર્ષોથી ચાલી આવી રહ્યું છે, જેને હવે સમાપ્ત કરવું જોઇએ.












Click it and Unblock the Notifications
