દિલ્હીઃ દર બીજા દિવસે 5 માઇનોર બાળા સાથે થાય છે દુષ્કર્મ
ન્યૂ દિલ્હી, રાહુલ અને સોનિયા ગાંધી પર ચાલી રહેલ નેશનલ હેરાલ્ડ કેસને લઇને સંસદના બંને ગૃહમાં ભારે હંગામો મચ્યો છે. ત્યારે રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રીએ ચોંકાવનારાં તથ્યો સામે રાખ્યાં છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઇ પાર્થીભાઇ ચૌધરીએ દેશની રાજધાની દિલ્હીમાં બાળાઓ સાથે થતા દુષ્કર્મના આંકડા સામે રાખ્યા છે.

હરિભાઇ ચૌધરીએ જણાવેલા આંકડા મુજબ દિલ્હીમાં દર બીજા દિવસે 5 બાળા દુષ્કર્મનો ભોગ બને છે. દેશની કહેવાતી દુષ્કર્મની રાજધાની દિલ્હીમાં ઓક્ટોબર 2015 સુધી 1856 દુષ્કર્મના કેસ સામે આવ્યા હતા, જેમાંથી 824 કેસ માઇનોર બાળાઓના હતા. વર્ષ 2013માં 1636 રેપના કેસ નોંધાયા હતા જેમાંથી 757 પીડિતા માઇનોર હતી. જ્યારે વર્ષ 2014માં 2166 રેપ કેસ નોંધાયા જેમાંથી 1004 પીડિતા માઇનોર હતી.
પરંતુ જાણે કે આ ઘટનાઓ અંગે વિપક્ષને કાંઇ પડી જ નથી. આ આંકડાઓ સામે આવ્યા બાદ વિપક્ષે ગૃહમંત્રી કે વડાપ્રધાનને ઘેરવાની કોશિશ સુદ્ધાં ન કરી.
ત્યારે દિલ્હીમાં નરાધમ હેવાનોનો ભોગ બનતી બાળાઓને લઇ અરવિંદ કેજરીવાલને કેન્દ્ર સરકાર કે દિલ્હી પોલીસ પર સવાલ ઉઠાવી શકે તેવો મોકો મળ્યો છે. દેશની આવી ગંભીર સમસ્યાને પગલે રાજનૈતિક પક્ષોની ચુપ્પી ચિંતાનો વિષય છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
