મુખ્તાર અંસારીના મોતને લઈને વિસેરા રિપોર્ટમાં ચૌકાવનારો ખુલાસો, અપાયુ હતુ ઝેર?
ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર મુખ્તાર અંસારીના મોતને લઈને ઘણા સવાલો ઉઠ્યા હતા. હવે તેને ઝેર અપાયુ હોવાના દાવાને લઈને ચૌકાવનારા ખુલાસા થયા છે.
મુખ્તાર અંસારીના મોતના મામલામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ વિસેરાની તપાસ કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ હવે મૃત્યુના 25 દિવસ બાદ આવ્યો છે.

મુખ્તાર અંસારીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે જેલમાં ધીમું ઝેર આપવામાં આવ્યું હતું. હવે વિસેરા તપાસમાં સામે આવ્યું છે કે મુખ્તાર અંસારીને ઝેર આપવામાં આવ્યું નથી. મુખ્તારના વિસેરા તપાસમાં કોઈ ઝેર મળ્યું નથી.
મુખ્તાર અંસારીના વિસેરા રિપોર્ટને હાલમાં જ્યુડિશિયલ ટીમને સોંપવામાં આવ્યો છે. હવે તપાસ ટીમ આની તપાસ કરીને સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને વરિષ્ઠ અધિકારીઓને સુપરત કરશે. મુખ્તાર અંસારીના પરિવારના સભ્યો દ્વારા જેલમાં તેને ઝેર આપવાના આરોપો બાદ આ મામલે વહીવટી અને ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પહેલા મુખ્તાર અન્સારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં એ વાતની પુષ્ટિ થઈ હતી કે અંસારીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. આ પછી પણ વિસેરાને જેલમાં ઝેર આપવાના આરોપોની તપાસ માટે લખનૌ મોકલવામાં આવ્યા હતા.
28 માર્ચે ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેને બાંદા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
જો કે, મુખ્તાર અંસારીના ભાઈ અને પુત્રએ આરોપ લગાવ્યો હતો કે તેને લમાં ધીમા ઝેર આપવામાં આવી રહ્યું હતું અને એક કાવતરાના ભાગરૂપે તેની હત્યા કરવામાં આવી.
આ પછી 29 માર્ચે મોડી રાત્રે મુખ્તારના મૃતદેહને ગાઝીપુર પૈતૃક ઘરે લઈ જવામાં આવ્યો. મુખ્તાર અંસારીને 30 માર્ચની સવારે કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
