For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તંદૂરી રોટી થૂકવાળીઃ હોટલમાં તંદૂરી રોટી ખાતા પહેલા જોઈ લો આ Video, ઉડી જશે હોશ

લોટમાં થૂકીને તંદૂરમાં રોટી બનાવવાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ લોટમાં થૂકીને તંદૂરમાં રોટી બનાવવાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો લખનઉના કાકોરી કસબાનો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો પોલિસ હરકતમાં આવી અને હોટલ માલિક સહિત છ કર્મચારીઓ સામે કેસ નોંધી લીધો. ઈન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ કેસમાં બધી કલમો જામીનવાળી હતી. આના પર ધરપકડ બાદ આરોપીઓને પોલિસ સ્ટેશનમાં લાવામાં આવ્યા અને ત્યારબાદ કડક સૂચનાઓ આપીને જામીન પર તેમને સાંજે છોડી મૂકવામાં આવ્યા.

લખનઉમાં ઈમામ અલી હોટલ પર કર્મચારીની કરતૂત

લખનઉમાં ઈમામ અલી હોટલ પર કર્મચારીની કરતૂત

સમગ્ર મામલો કાકોરીના હૌદા તળાવ વૉર્ડ પાસે રસ્તાની બાજુએ બનેલી એક હોટલનો છે. હોટલનુ નામ ઈમામ અલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયો મુજબ દિવસના સમયે કર્મચારી તંદૂર પર રોટી શેકી રહ્યો છે. આ દરમિયાન તંદૂરની ભટ્ટી પાસે ત્રણ અન્ય યુવકો ઉભા છે. કસ્ટમર પણ આવ-જા કરી રહ્યા છે. આ દરમિયાન હોટલ કર્મચારી લોટમાંથી રોટી બનાવે છે અને પછી તેના પર થૂકે છે. ત્યારબાદ રોટલી શેકવા માટે તંદૂરમાં લગાવી દે છે. તેની પાસે ઉભેલા બે અન્ય કર્મચારી પણ આનો વિરોધ નથી કરતા. કર્મચારી સતત આ હરકત કરી રહ્યો છે. તેમછતાં ત્યાં હાજર કોઈ કસ્ટરમર તેનો વિરોધ નથી કરતા.

પોલિસે હોટલ માલિક સહિત 6 સામે નોંધ્યો કેસ

પોલિસે હોટલ માલિક સહિત 6 સામે નોંધ્યો કેસ

ઈમામ અલી હોટલનો આ વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારબાદ પોલિસે આ મામલે સંજ્ઞાન લીધુ. એસીપી કાકોરી આશુતોષ કુમારે ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર બહાદૂર સિંહને કાર્યવાહીના નિર્દેશ આપ્યા. ત્યારબાદ ઈન્સ્પેક્ટરે વીડિયોના આધારે હોટલ માલિક યાકૂબ, કર્મચારી દાનિશ, હાફિજ, મુખ્તાર, ફિરોઝ અને અનવર સહિત અન્ય સામે કેસ નોંધી લીધો છે. વાયરલ વીડિયો જોઈને સ્થાનિક લોકોમાં ઘણો ગુસ્સો છે. લોકોએ પોલિસ પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મેરઠમાં થૂક લગાવીને રોટી બનાવનાર નૌશાદની થઈ હતી ધરપકડ

મેરઠમાં થૂક લગાવીને રોટી બનાવનાર નૌશાદની થઈ હતી ધરપકડ

લખનઉનો આ કેસ પહેલો નથી. આ પહેલા ગાઝિયાબાદ અને મેરઠથી પણ આવા વીડિયો સામે આવી ચૂક્યા છે. મેરઠમાં સગાઈ સમારંભ દરમિયાન થૂકીને રોટી બનાવવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલિસ સ્ટેશન કંકરખેડા ક્ષેત્રમાં સગાઈ સમારંભમાં તંદૂર કારીગર નૌશાદ થૂકીને રોટી બનાવતો દેખાયો હતો. આ ઘટના બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ગાઝિયાબાદવાળા કેસમાં પણ પોલિસે કાર્યવાહી કરી હતી.

English summary
Shocking Video of man making tandoori roti mixed with spit in hotel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X