શૂટર યુવતીએ બળાત્કારી ઓલંપિયનની પીટાઇ કરી

Written By:
Subscribe to Oneindia News

પૂનામાં એક નેશનલ લેવલની શૂટર યુવતીએ એક ઓલંપિયન પર હુમલો કર્યો હતો. આ ઓલંપિયન સંજીવ રાજપૂત, પૂનાના બાલેવાડી વિસ્તારમાં એક શૂટિંગ હરીફાઇમાં ભાગ લેવા પહોંચ્યો હતો. આ શૂટર યુવતીએ શુક્રવારે સવારે જ દિલ્હીમાં ઓલંપિયન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

sanjeev rajput

ઓલંપિયન સંજીવ રાજપૂત, શૂટરે હુમલો કર્યા બાદ સ્ટેડિયમથી ભાગી નીકળ્યો હતો અને ત્યાર બાદ યોજાયેલી ફાઇનલ હરીફાઇમાં પણ તેણે ભાગ નહોતો લીધો. સંજીવ રાજપૂત ભાગી નીકળ્યા બાદ પીડિતાએ તેની વિરુદ્ધ હિન્જેવાડી પોલીસ સ્ટેશનમાં ફરી ફરિયાદ નોંધાવી હતી.

અહીં વાંચો - ગુજરાતભરના મુખ્ય સમાચારો સંક્ષિપ્તમાં

શૂટર યુવતી અને ઓલંપિયન વચ્ચે 60મા નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનની શૂટિંગ રેન્જ પર લગભગ એક કલાક સુધી ઝગડો ચાલતો રહ્યો. પરિસ્થિતિ એટલી વણસી ગઇ કે પોલીસ બોલાવવી પડી, પરંતુ પોલીસ પહોંચતા જ સંજીવ રાજપૂત ત્યાંથી ભાગી છૂટ્યો અને તેણે પોતાનો મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો.

આ સંજીવ રાજપૂત અર્જુન અવાર્ડી છે, જેની વિરુદ્ધ 4 ડિસેમ્બરના રોજ દિલ્હીના ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એફઆઇઆર અનુસાર આ બંન્ને ઘણા સમયથી રિલેશનશિપમાં હતા અને રાજપૂતે યુવતીને લગ્નનું વચન આપ્યું હતું, પરંતુ પછી તે આ વાતથી ફરી જતાં યુવતીએ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો - આધાર કાર્ડ અને તમારા ખાતા સાથે મોદી સરકાર કંઇક આવું કરવા જઇ રહી છે..

સ્ટેડિયમમાં આ ઘટના નજરોનજર જોવાવાળાઓએ કીધું હતું કે, જેવા સંજીવ રાજપૂત સ્ટેડિયમમાં આવ્યા કે તરત જ યુવતીએ એને મારવા હાથ પર લીધો. પહેલા તો આસપાસના લોકોને ખબર જ ના પડી કે શું થઇ રહ્યું છે. પરિસ્થિતિ વણસી જતાં પોલીસ બોલાવવામાં આવી અને જેવી પોલીસ પહોંચી કે તરત જ રાજપૂત ત્યાંથી ભાગી છૂટ્યો. વરિષ્ઠ પોલીસ ઇન્સેપેક્ટર અરુણ વાયકરે કહ્યું કે, રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સંજીવ રાજપૂતે વર્ષ 2014માં ભારતીય નૌકાદળ છોડ્યા બાદ એ જ વર્ષે ઓગસ્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કોચ તરીકે ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું. તે પીડિતાને પણ દિલ્હીમાં શૂટિંગ રેન્જમાં કોચિંગ આપતો હતો.

English summary
Shooter beats up rapist at pune nationals.
Please Wait while comments are loading...