Shootout At Prayagraj : જવાહર યાદવથી લઈને અતીક અહેમદ સુધી હત્યાની કહાની, જાણો પ્રયાગરાજના એ 4 હત્યાકાંડ
Shootout At Prayagraj : ઉત્તર પ્રદેશમાં રાજકારણ પોતાના ચરમ પર પહોંચી ગયું છે. શનિવારની રાત્રે અતીક અહેમદ અને તેના ભાઇ અસરફની હત્યા કરી દીધી હતી. આ સાથે જ પ્રયાગરાજમાં માફિયાના એક અધ્યાયનો અંત આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં જાહેરમાં ગોળીબાર કરી હત્યાકાંડની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ પ્રયાગરાજમાં જાહેરમાં ગોળી મારી હત્યાકાંડની ઘટનાઓ બની છે, જેની શરૂઆત 27 વર્ષ પહેલા થઇ હતી. જેમાં એક ઘટના તો એવી છે, જેમાં એક ઘટનામાં તો એકે-47થી ગોળીબાર કરવામાં આવ્યો હતો.

પંડિત જવાહર યાદવની હત્યા - પ્રથમ વખત ગોળીબારમાં ધારાસભ્યએ ગુમાવ્યો જીવ
આ બધી સ્ટોરી OTT પ્લેટફોર્મની ક્રાઈમ થ્રિલર જેવી છે. જેના પર ઘણી વેબ સિરીઝ બનાવી શકાય છે. હકીકતમાં અલ્હાબાદમાં રેતીના કોન્ટ્રાક્ટને લઈને શરૂ થયેલો વિવાદ વર્ચસ્વની લડાઈ સુધી પહોંચ્યો હતો. આ પછી 90ના દાયકામાં પહેલીવાર કોન્ટ્રાક્ટ કિલિંગની ઘટના બની હતી.
રાજનીતિમાં મોટું સ્થાન ધરાવતા પંડિત જવાહર યાદવની હત્યા કેસથી થઈ હતી. ઝુંસીના ધારાસભ્ય જવાહર યાદવ પંડિત, જેઓ સમાજવાદી પાર્ટીના બાહુબલી નેતાઓમાં સામેલ હતા, તેમની 13 ઓગસ્ટ, 1996ના રોજ દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના કેસમાં AK-47 જેવા અત્યાધુનિક હથિયારનો ઉપયોગ પહેલીવાર થયો હતો.
1996 : જ્યાં સુધી લોહી વહેતું બંધ ન થયું, ત્યાં સુધી ચાલ્યો ગોળીબાર
તત્કાલીન અલ્હાબાદના ભયાનક ઇતિહાસમાં આ સૌથી ખતરનાક હત્યાકાંડ હતો. તે સમયગાળા દરમિયાન પ્રયાગરાજ વિકસી રહ્યું હતું. શહેરમાં નવી વસાહતો આકાર લઈ રહી હતી. આથી જ શહેરના સૌથી પોશ વિસ્તાર સિવિલ લાઈન્સની સાંજ ગોળીબારના અવાજથી ગુંજી ઉઠી હતી.
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય જવાહર પંડિતની સાથે તેમના ડ્રાઈવર ગુલાબ યાદવ અને એક પસાર થનારી કમલ દીક્ષિતનું ગોળી વાગવાથી મોત થયું હતું. શરીરમાંથી લોહી નીકળવાનું બંધ ન થાય, ત્યાં સુધી હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં કૃષ્ણાનંદ રાયનું નામ આવ્યું હતું.
2005 : ધારાસભ્યની હત્યાથી લોહિયાળ સફર શરૂ થઈ
સત્તા, શક્તિ અને વર્ચસ્વની લડાઈથી શરૂ થયેલી સફર આગળ પણ ચાલુ રહી. આ વખતે બદલાની ભાવના સાથે મહત્વકાંક્ષા પણ ઘણી હતી. જ્યારે 18 વર્ષ બાદ ફરી એક રાજકીય નેતાના લોહીથી પ્રયાગરાજ (અલ્હાબાદ) ના રસ્તા લાલ થઈ ગયા હતા. આ વખતે નિશાનના પર હતા ધારાસભ્ય રાજુ પાલ.
રાજુ પાલ 2004માં અલ્હાબાદ પશ્ચિમથી બસપાની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. રાજુ પાલ એક સમયે અતીક અહેમદની ખૂબ નજીક હતા, પરંતુ તેઓ 2002માં તેની સામે ચૂંટણી લડ્યો અને હારી ગયો હતો.
અતીકે 2004માં રાજીનામું આપ્યું અને સાંસદ બન્યો અને પોતાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને મેદાનમાં ઉતાર્યા હતો. અશરફ બસપાના રાજુ પાલ સામે ચૂંટણી હારી ગયો હતો, જે બાદ એક નવી લોહિયાળ સફર શરૂ થઈ હતી.
પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા થયું શૂટઆઉટ
આ સીટ પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અતીકે આ હારને ગંભીરતાથી લઇ લીધી હતી. 25 જાન્યુઆરી, 2005ના રોજ ધારાસભ્ય રાજુ પાલ રાણી નેહરુ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. હોસ્પિટલથી બહાર નીકળ્યા બાદ રાજુ પાલની કારમાં બેઠો હતો. રાજુ પાલ પોતે કાર ચલાવી રહ્યો હતો.
આ દરમિયાન કેટલાક લોકો તેની પાછળ સ્કોર્પિયો સાથે આવી રહ્યા હતા. રસ્તામાં રાજુ પાલ તેના સમર્થકની બહેનને લિફ્ટ આપવા માટે રોકી હતી. જે બાદ કાર ધુમાનગંજ વિસ્તારમાં નેહરુ પાર્કથી થોડે આગળ વધી. ત્યારે જ હુમલાખોરો તેમને ઓવરટેક કરી હતી અને થોડી જ સેકન્ડોમાં ફાયરિંગ શરૂ થઇ ગયું હતું.
હોસ્પિટલ લઈ જવાતી વખતે પણ ગોળીઓ ચલાતી રહી
કહેવાય છે કે, લગભગ 25 હુમલાખોરો હતા. તેઓએ એટલી બધી ગોળીઓ ચલાવી કે, કોઈને સાજા થવાની તક પણ મળી ન હતી. આ પછી રાજુ પાલ સાથે ટેમ્પોમાં હોસ્પિટલ ભાગી ગયો હતો, પરંતુ હુમલાખોરોએ ટેમ્પો પર કેટલાક કિલોમીટર સુધી ગોળીબાર ચાલુ રાખ્યો હતો. તે હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં રાજુ પાલનું શરીર ચાયણી થઇ ગયું હતું.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, તેના શરીરમાં 15 ગોળીઓ મળી આવી હતી. આ હુમલામાં તેના બે અંગરક્ષકો સંદીપ યાદવ અને દેવીલાલ પણ માર્યા ગયા હતા. ધારાસભ્ય રાજુ પાલે નવ દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા.
2024 : રાજકીય વર્ચસ્વની લડાઈમાં છેલ્લો ટારગેટ ઉમેશ પાલ
ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો સૌથી મોટો સાક્ષી તેનો બાળપણનો મિત્ર ઉમેશ પાલ હતો. ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં તેમના સુલેમ સરાયના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉમેશ જિલ્લા કોર્ટમાં વકીલ હતો. હુમલાખોરોએ તેમના પર ગોળીઓ અને બોમ્બ દ્વારા હુમલો કર્યો હતા.
આ ઘટનામાં ઉમેશને સમજવા-વિચારવાની તક મળી ન હતી. જેમાં અતીકની સાથે ત્રીજા પુત્ર અસદનું નામ પણ સામે આવ્યું હતું. તેના ફૂટેજ પણ સીસીટીવીમાં દેખાયા હતા. આ પછી પોલીસે તેને એક દિવસ પહેલા ગુરુવારના રોજ એન્કાઉન્ટરમાં મારી નાખ્યો હતો.
એવું માનવામાં આવે છે કે, રાજનીતિની સર્વોપરિતા માટેની આ લડાઈ હવે અતીક અને અશરફની હત્યા સાથે સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ હજુ પણ સ્થિતિ બહુ સારી નથી. પ્રયાગરાજમાં હજુ પણ ઘણા દબંગો છે, અને આવી ઘટનાઓ અટકશે કે, કેમ એ સવાલનો જવાબ તો સમય જ આપી શકે છે.












Click it and Unblock the Notifications
