'પહેલા બ્લો ટૉર્ચથી ખરાબ કર્યો શ્રદ્ધાનો ચહેરો, મિક્ચરમાં નાખીને ક્રશ કર્યા હાડકાં...', આફતાબે કર્યા ઘણા ખુલાસ
પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરની હત્યા કરી 35 ટૂકડા કરનાર આરોપી આફતાબે પોલીસ સામે હત્યાના સનસનીખેજ ખુલાસા કર્યા છે.
Shraddha Murder: શ્રદ્ધા વૉકર ચકચારી હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાએ પોલીસ સામે ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યુ કે હત્યાવાળી રાતે તેણે બ્લો ટૉર્ચથી શ્રદ્ધાનો ચહેરો બગાડી દીધો હતો. પોલીસની ચાર્જશીટ મુજબ આફતાબે કબૂલ્યુ કે પોલીસને ગુમરાહ કરવા માટે તેણે શ્રદ્ધાના હાડકાં બાળી અને ક્રશ કરી દીધા હતા. આફતાબે જણાવ્યુ કે હત્યાની રાતે નજીકની એક હાર્ડવેરની દુકાનમાંથી તેણે એક કરવત, ત્રણ બ્લેડ, એક હથોડી અને પ્લાસ્ટિકની ક્લીપ ખરીદી હતી.

આફતાબે પોલીસને પોતાના નવા કબૂલનામામાં શું જણાવ્યુ
- તેણે શ્રદ્ધાના મૃત શરીરને બાથરૂમમાં શિફ્ટ કર્યુ, કરવતથી પહેલા તેના હાથ કાપી નાખ્યા અને પૉલિથીન બેગમાં રાખ્યા. તેણે તેના રસોડાના નીચેના કેબિનેટમાં બેગો મૂકી.
- રાતે લગભગ 2 વાગે તેણે શ્રદ્ધાના શરીરનો જાંઘનો ભાગ છતરપુર જંગલ વિસ્તારમાં ફેંકી દીધો.
- આગામી 4-5 દિવસમાં આફતાબે શરીરના 17 ટુકડા કરી નાખ્યા.
- તેણે એક પછી એક તેના શરીરના ભાગોનો નિકાલ કર્યો.
- અંગોને સડવાથી બચાવવા માટે તેમના નવા ખરીદેલા ફ્રીજમાં મૂકી દીધા.
- તેણે શ્રદ્ધાના માથા અને ચહેરાને વિકૃત કરવા માટે બ્લો ટૉર્ચનો ઉપયોગ કર્યો હતો.
- તેના વાળ કાપી નાખ્યા અને તેના શરીરના તમામ ભાગોને નજીકના જંગલમાં ફેંકીને તેની ઓળખ ભૂંસી નાખવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે આફતાબ પૂનાવાલાએ પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરનુ ગળુ દબાવીને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા અને દક્ષિણ દિલ્લીના મહેરૌલીમાં તેના નિવાસસ્થાને 300 લિટરના ફ્રિજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખ્યા હતા. શ્રદ્ધા વૉકરની મે મહિનામાં કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. બંને 2019માં એક ડેટિંગ એપ પર મળ્યા હતા અને થોડો સમય મુંબઈમાં રહ્યા બાદ દિલ્લીમાં સાથે રહેવા ગયા હતા. પોલીસે જણાવ્યુ હતુ કે આફતાબ અને શ્રદ્ધા ઘરના ખર્ચાઓ, બેવફાઈ અને અન્ય મુદ્દાઓને લઈને ઝઘડતા હતા અને તેમના સંબંધો વણસ્યા હતા.












Click it and Unblock the Notifications
