Shraddha Murder કેસમાં મોટો ખુલાસો, આફતાબે કરવતથી કાપ્યા હતા શ્રદ્ધાના હાડકાં

દિલ્લીના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આરોપી આફતાબે કરવતથી શ્રદ્ધાના હાડકા કાપ્યા હતા.

Shraddha Murder Case: સમગ્ર દેશ હચમચાવી દેનાર શ્રદ્ધા હત્યા કેસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. શ્રદ્ધા વૉકરના હાડકાંના ઑટોપ્સી રિપોર્ટ મુજબ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આરોપી આફતાબ પૂનાવાલાએ કરવતથી તેના હાડકાંઓના ટૂકડા-ટૂકડા કર્યા હતા. તમને જણાવી દઈએ કે ગયા મહિને ડીએનએ ટેસ્ટથી આ અંગે પુષ્ટિ થઈ હતી કે મહરૌલીના જંગલો અને ગુરુગ્રામમાં આફતાબ પૂનાવાલાને સાથે લઈ જઈને પોલીસે જે શબના ટૂકડા મેળવ્યા હતા તે શ્રદ્ધા વૉકરના જ હતા.

shraddha murder case

તમને જણાવી દઈએ કે શ્રદ્ધા વૉકર અને આફતાબ પૂનાવાલા લિવ-ઈન રિલેશનશિપમાં હતા. આ ઉપરાંત આફતાબ પૂનાવાલાના ફ્લેટમાંથી મળેલા લોહીના ડાઘા પણ શ્રદ્ધા વોકરના હોવાની પણ પુષ્ટિ થઈ છે. આ માટે શ્રદ્ધાના પિતાના બ્લડ સેમ્પલ લઈને ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આફતાબ પૂનાવાલા પર આરોપ છે કે તેણે 18 મેના રોજ શ્રદ્ધા વૉકર સાથે મહેરૌલીમાં તેના ભાડાના ફ્લેટમાં ઝઘડો કર્યો હતો અને તે પછી તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. પોતાને બચાવવા માટે આફતાબે શ્રદ્ધાના મૃત શરીરનો નિકાલ કરવાની યોજના બનાવી અને તેના શરીરના ટૂકડા કરીને તેને મહેરૌલીના જંગલોમાં ફેંકી દીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X