For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધા હત્યાકાંડ: કાતિલ આફતાબે ક્રાઇમ થ્રિલર Dexterથી શિખ્યો હત્યાની રીત, જાણો ઇનસાઇડ સ્ટોરી

શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દિલ્હીના મહેરૌલીના રહેવાસી આફતાબ અમીન પૂનાવાલા (29)એ 18 મેના રોજ તેની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધા (27)નું ગળું દબાવીને હત્યા કરી નાખી અને પછી તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા.

|
Google Oneindia Gujarati News

શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દિલ્હીના મહેરૌલીના રહેવાસી આફતાબ અમીન પૂનાવાલા (29)એ 18 મેના રોજ તેની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધા (27)નું ગળું દબાવીને હત્યા કરી નાખી અને પછી તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. જે પછી તેણે તેને ફ્રિજમાં સ્ટોર કરી અને ધીરે ધીરે તે મૃતદેહોને રાત્રે દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધા. દિલ્હી પોલીસે શનિવારે આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી હતી. કોર્ટે આફતાબને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબ અમીન પૂનાવાલા હિટ ક્રાઈમ-થ્રિલર ડેક્સ્ટરનો ચાહક હતો. પુલીલને શંકા છે કે આફતાબે ક્રાઈમ-થ્રિલર ડેક્સ્ટર જોઇને હત્યાની યોજના બનાવી હશે.

સાયકોલોજીકલ થ્રિલર શો છે ડેક્સ્ટર

સાયકોલોજીકલ થ્રિલર શો છે ડેક્સ્ટર

તમને જણાવી દઈએ કે ડેક્સ્ટર એક અમેરિકન ક્રાઈમ ડ્રામા અને સાયકોલોજિકલ થ્રિલર શો છે. તે 2006 અને 2013 ની વચ્ચે પ્રસારિત થયું હતું. આ વેબ સિરીઝની 8 સીઝન છે. તેના મુખ્ય પાત્ર ડેક્સ્ટર મોર્ગન દિવસે પોલીસ માટે ફોરેન્સિક ટેકનિશિયન તરીકે કામ કરતો હતો અને રાત્રે સીરીયલ કિલર બની ગયો હતો. શોમાં ડેક્સ્ટર મોર્ગન એટલી સાફસૂફીથી મારતો હતો કે પોલીસ તેને પકડી શકતી નહોતી.

કેવી રીતે થઇ શ્રદ્ધા આફતાબની મુલાકાત થઇ

કેવી રીતે થઇ શ્રદ્ધા આફતાબની મુલાકાત થઇ

અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રદ્ધા અને આફતાબ એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. તે પછી બંનેએ મુંબઈમાં કોલ સેન્ટરમાં સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ ત્રણ વર્ષથી સાથે રહેતા હતા અને દિલ્હી રહેવા ગયા હતા. શ્રદ્ધા તેના પરિવાર સાથે ગુસ્સામાં ઘર છોડીને દિલ્હી આવી ગઈ હતી. બંને દિલ્હી ગયા પછી તરત જ શ્રદ્ધાએ તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું. બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો અને વાત હાથમાંથી નીકળી જતી. પોલીસના જણાવ્યા અનુસાર, 18 મેના રોજ બનેલા આ કેસમાં આફતાબે તેનું ગળું દબાવી દીધું હતું.

શ્રદ્ધાની હત્યા કરી એ જ રૂમમાં સુતો હતો આફતાબ

શ્રદ્ધાની હત્યા કરી એ જ રૂમમાં સુતો હતો આફતાબ

રિપોર્ટ્સ અનુસાર આફતાબ દરરોજ એ જ રૂમમાં સૂતો હતો જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ મૃતદેહ રાખ્યો હતો. ફ્રિજમાં રાખી તેનો ચહેરો જોતો. શરીરના અંગોનો નિકાલ કર્યા બાદ આફતાબે ફ્રિજ સાફ કર્યું હતુ. એડિશનલ DCP-I દક્ષિણ દિલ્હી અંકિત ચૌહાણે કહ્યું, "આરોપીએ અમને કહ્યું કે તેણે છતરપુર એન્ક્લેવના જંગલ વિસ્તારમાં ઘણા ટુકડાઓ ફેંક્યા હતા. તેની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

300 લીટરવાળુ ફ્રીજ ખરીદ્યુ, કેમિકલથી સાફ કર્યુ લોહી

300 લીટરવાળુ ફ્રીજ ખરીદ્યુ, કેમિકલથી સાફ કર્યુ લોહી

શરીરના અંગોને સુરક્ષિત રાખવા માટે આફતાબે બજારમાંથી 300 લીટરનું મોટું ફ્રીઝર ખરીદ્યું હતું. દરરોજ તે ફ્રિજમાંથી કેટલાક ટુકડાઓ કાઢતો અને રાત્રે જંગલમાં ફેંકવા માટે નીકળી જતો હતો. આ પ્રક્રિયા 18 દિવસ સુધી ચાલી. એટલું જ નહીં, આફતાબે પુરાવાને મિટાવવા માટે ગૂગલ પર લોહી સાફ કરવાની પદ્ધતિ પણ સર્ચ કરી હતી. તેણે કેમિકલ વડે લોહી સાફ કર્યું હતું.

આફતાબ અને શ્રદ્ધા વિશે જાણો?

આફતાબ અને શ્રદ્ધા વિશે જાણો?

શ્રદ્ધા મુંબઈના લાડની રહેવાસી હતી. અહીં તે એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. જ્યારે આફતાબ અમીન ફૂડ બ્લોગર છે. ઇન્સ્ટાગ્રામ પર તેનું એકાઉન્ટ thehungrychokro નામથી છે. તેના ફૂડ બ્લોગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ છે (thehungrychokro_escapades).

English summary
Shraddha Murder: Murderer Aftab learns how to kill from crime thriller Dexter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X