For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં અલગાવવાદીઓનું બંધ, ભારે સુરક્ષાબળ ગોઠવી દેવામાં આવ્યું

કાશ્મીરમાં આજે અલગાવવાદી નેતાઓ તરફથી બંધ રાખવામાં આવ્યું છે. રવિવારે કુલગામમાં થયેલા એક એન્કાઉન્ટર દરમિયાન ધમાકો થયો હતો.

|
Google Oneindia Gujarati News

કાશ્મીરમાં આજે અલગાવવાદી નેતાઓ તરફથી બંધ રાખવામાં આવ્યું છે. રવિવારે કુલગામમાં થયેલા એક એન્કાઉન્ટર દરમિયાન ધમાકો થયો હતો. આ બ્લાસ્ટમાં સાત નાગરિકોની મૌત થઇ હતી. આ બંધ તે નાગરિકોની મૌતના વિરોધમાં રાખવામાં આવ્યો છે. આ બ્લાસ્ટમાં 40 લોકો ઘાયલ પણ થયા હતા, ત્યારપછી ઘણી હિંસા પણ જોવા મળી. બંધને કારણે ઘાટીમાં બધી જ સ્કૂલો બંધ રાખવામાં આવી છે અને પરીક્ષાઓ પણ આગળ લંબાવી દેવામાં આવી છે. ટ્રેન સેવાઓ પણ રદ કરી દેવામાં આવી છે. દરેક જગ્યાઓ પર ભારે સુરક્ષાબળો ગોઠવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર, બે જવાન ઘાયલ

ત્રણ આતંકીઓ પણ માર્યા ગયા હતા

ત્રણ આતંકીઓ પણ માર્યા ગયા હતા

રવિવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળો ઘ્વારા ત્રણ આતંકીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતા. એન્કાઉન્ટર પછી આ જગ્યા પર પડેલા એક ખોખામાં બ્લાસ્ટ થયો, ત્યાં સુધીમાં સુરક્ષાબળ ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાબળો અને ગામના લોકો વચ્ચે ભારે હિંસા પણ થઇ, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. સ્થાનીય નાગરિકો અને અલગાવવાદી નેતાઓ ઘ્વારા બ્લાસ્ટ માટે સુરક્ષાબળોને જવાબદાર ગણાવ્યા.

બ્લાસ્ટ પછી તરત આગ

બ્લાસ્ટ પછી તરત આગ

પોલીસ હાલમાં આ બાબતે શોધ કરી રહી છે કે બ્લાસ્ટ માટે આખરે કેવા પ્રદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરક્ષાબળોને આ ઘરમાં એક રાઇફલ અને બે પિસ્ટલ મળી આવી પરંતુ અહીં પડેલા ટુકડાઓને તેમને સાફ નહીં કર્યા જેને કારણે શેલમાં બ્લાસ્ટ થયો. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ પછી તરત આગ લાગી ગઈ અને સ્થાનીય નાગરિકો આગ ઓલવવા માટે ઘર તરફ ભાગ્યા.

સુરક્ષાબળોની બેદરકારીને દોષ આપવામાં આવ્યો

સુરક્ષાબળોની બેદરકારીને દોષ આપવામાં આવ્યો

એક વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આખા વિસ્તારની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી ના હતી જેને કારણે આ બ્લાસ્ટ થયો. એક અધિકારી અનુસાર સુરક્ષાબળો ઘ્વારા લોકોને પોતાના ઘર તરફ નહીં જવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ લોકોએ તેમનું સાંભળ્યું જ નહીં. જે સમયે બ્લાસ્ટ થયો ત્યારે બધા જ લોકો ત્યાં હાજર હતા. ઓફિસર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ સેના અને સુરક્ષાબળોની જવાબદારી છે કે તેઓ વિસ્તારની સફાઈ યોગ્ય રીતે કરે. સુરક્ષાબળોના ગયા પછી એન્કાઉન્ટર વાળી જગ્યાને સુરક્ષિત બનાવે.

English summary
shutdown in Kashmir valley after the death of seven people at an encounter site in Kulgam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X