જમ્મુ કાશ્મીર: એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર, બે જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે, જેમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે, જેમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ મુઠભેડ દક્ષિણ કાશ્મીરના લારો વિસ્તારમાં ચાલી રહી છે. જાણકારી અનુસાર આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ સંતાયા હતા. ત્યારપછી આતંકીઓની ઘેરાબંધી શરુ કરી દેવામાં આવી અને આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. એન્કાઉન્ટર પૂરું થયા પછી સેનાએ સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું.

jammu kashmir

સેનાને તેના વિશે ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળી હતી જેના આધારે તેમની આતંકીઓની ઘેરાબંધી કરી. મળતી જાણકારી અનુસાર સવારથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં બે જવાનો ઘાયલ થયા છે. સેનાની રાષ્ટ્રીય રાઇફલ, જેકે પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ઘ્વારા આતંકીઓની શોધ શરુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન આતંકીઓ ઘ્વારા સુરક્ષાબળ પર ગોળી પણ ચલાવવામાં આવી અને ભાગવાની કોશિશ કરી. પરંતુ સેનાએ તેમને જડબાતોડ જવાબ આપીને તેમને ઘેરી લીધા.

jammu kashmir

લોકોના હિંસક પ્રદર્શનની આશંકાઓને જોતા સેનાએ પોલીસ અને સીઆરપીએફ ટીમો ગોઠવી દેવામાં આવી છે. એન્કાઉન્ટર વિશે જાણકારી આપતા કુલગામ એસએસપી હરમીત સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે હજુ પણ બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. આ ફાયરિંગ કાલે શરુ થઇ હતી. આતંકીઓની ઓળખ નહીં થઈ શકી અને તેઓ એક ઘરમાં સંતાયા છે. તેમને કહ્યું કે એન્કાઉન્ટર વિશે આગળની જાણકારી એન્કાઉન્ટર પૂરું થયા પછી આપવામાં આવશે.

જમ્મુ કાશ્મીર ડીજીપી દિલબાગ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એન્કાઉન્ટર પૂરું થઇ ગયું છે. અહીં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી આતંકીઓની ઓળખ નથી થઇ શકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X