જમીનમાંથી ખજાનો નીકળ્યો, લોકો ચાંદીના સિક્કા લૂંટીને લઇ ગયા

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં સલાના ગામમાં ખોદકામ દરમિયાન ખજાનો મળવાનો મામલો સામે આવ્યો છે.

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં સલાના ગામમાં ખોદકામ દરમિયાન ખજાનો મળવાનો મામલો સામે આવ્યો છે. જયારે ગામના લોકોને ખજાનો મળવાની વાત ખબર પડી ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી ગયા અને તેમનામાં ચાંદીના સિક્કા લૂંટવાની હોડ મચી ગઈ.

Silver Coins found

જોધપુર જિલ્લાના સલાના કલા ગામમાં ઘેવરપુરી મહારાજનું મઠ છે, જ્યાં તેઓ સાધના કરતા હતા. અહીં ભગવાન શિવનું પણ એક મંદિર છે. સોમવારે બપોરે મઠની દીવારનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ચાંદીના સિક્કા મળી આવ્યા. ગ્રામીણો ઘ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચાંદીના સિક્કા ભરેલો એક ઘડો મળ્યો છે, જે એક વ્યક્તિ લઈને ચાલ્યો ગયો.

આ પણ વાંચો: મૃતકને દફનાવવા કબર ખોદી, મસાણમાંથી નીકળ્યો ખજાનો

ઘેવરપુરી મહારાજ મઠમાં ખોદકામ દરમિયાન સિક્કા મળવાની વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ ત્યાં પહોંચી ગયા અને ત્યાં તેઓ સિક્કા શોધવામાં લાગી ગયા, જેમાંથી ઘણા લોકોને સિક્કાઓ મળ્યા પણ હતા.

Silver Coins found

બીજી બાજુ ગામમાં ખોદકામ દરમિયાન ચાંદીના સિક્કા મળવાની ભનક પોલીસને લાગી ગઈ. એસએચઓ હરિશ્ચંદ્ર સોલંકી જગ્યા પર પહોંચી ગયા પરંતુ ગ્રામીણો અનુસાર પોલીસના પહોંચતા પહેલા જ લોકો હજારો ચાંદીના સિક્કા લઈને ચાલ્યા ગયા હતા. ગ્રામીણો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મઠમાં ખોદકામ કરતા ખજાનો નીકળી શકે છે. અહીંથી નીકળેલા સિક્કાઓ આકારમાં નાના છે, પરંતુ તેના પર શુ લખ્યું છે, તે સ્પષ્ટ નથી જોઈ શકાતું.

આ પણ વાંચો: ખોદકામમાં મનરેગા મજૂરોને મુગલ જમાનાના સિક્કાઓ મળ્યા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X