For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોદકામમાં મનરેગા મજૂરોને મુગલ જમાનાના સિક્કાઓ મળ્યા

યુપીના બાંદામાં ખોદકામ વખતે મનરેગા મજૂરોને મુગલ જમાનાની કિંમતી ધાતુઓ મળવાથી હડકંપ મચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

યુપીના બાંદામાં ખોદકામ વખતે મનરેગા મજૂરોને મુગલ જમાનાની કિંમતી ધાતુઓ મળવાથી હડકંપ મચી ગયો છે. મજૂરોને ખોદકામ દરમિયાન કાચા વાસણમાં 111 દુર્લભ સિક્કાઓ મળ્યા. સિક્કાઓ મળ્યા પછી મજૂરો ઘ્વારા તેને અંદર અંદર વહેંચવાનું નક્કી કર્યું પરંતુ વહેંચણીના વિવાદને કારણે પોલીસને તેની ખબર પડી ગઈ. જગ્યા પર પહોંચીને પોલીસે તે બધા જ સિક્કો કબ્જામાં લીધા. આ બધા જ સિક્કાઓ મૂલ્યવાન ધાતુ અથવા અષ્ટધાતુના હોય શકે છે. આખા વિસ્તારમાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. લોકોને લાગવા લાગ્યું કે કદાચ જમીનમાં મુગલ જમાનાનો ખજાનો સંતાયો હશે.

treasure

આખો મામલો બાંદ જિલ્લાના મરકા ચોકીના કબીરપુરનો છે. અહીં નદી કિનારે નિર્માણ કામ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. મજૂરો ઘ્વારા ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે બધા જ હેરાન થઇ ગયા. ખોદકામ સમયે કાચા માટીના વાસણમાંથી સોનામાં સિક્કાઓ મળવાની વાત સામે આવી. પોલીસને જયારે આ બાબતની જાણકારી મળી ત્યારે તેમને રાતના સમયે કામ કરતા મજૂરો રામભવન, હીરાલાલ અને તેની માતાની અટક કરી. પૂછપરછમાં મજૂરોએ જણાવ્યું કે તેમને સિક્કો ક્યાં રાખ્યા છે. પોલીસ અનુસાર આ સિક્કોનું વજન સવા કિલો છે.

આ પણ વાંચો: મસ્જિદમાં ખોદકામ કરી રહેલા મજૂરોને ખજાનો મળ્યો, ASI એ આખા વિસ્તારને ઘેર્યો

આ મામલાને ગંભરતાથી લેતા અધિકારીઓ ઘ્વારા સિક્કાને આખા ગામની સામે ગણ્યા જેમાં 111 સિક્કો મળી આવ્યા. જિલ્લા પ્રશાશન જલ્દીથી આ સિક્કાઓની ઓળખ કરાવીને તેને પુરાતત્વ વિભાગને મોકલવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: આ ખંડેરોમાં આજે પણ દટાયેલો છે સમ્રાટોનો કિમતી ખજાનો

English summary
old age coin found during digging inside of river in banda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X