હાર્ડકોર દક્ષિણપંથી વિચારધારા, જાદૂઈ વક્તા, જાણો મોદી-ટ્રમ્પની સમાનતા અને વિભિન્નતા
હાર્ડકોર દક્ષિણપંથી વિચારધારા, જાદૂઈ વક્તા, જાણો મોદી-ટ્રમ્પની સમાનતા અને વિભિન્નતા
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસે આવ્યા છે. ટ્રમ્પે ત્રણ વર્ષ પહેલા સત્તા સંભાળી હતી. ભારત, દક્ષિણ એશિયાનો બીજો દેશ છે જેના પ્રવાસ પર પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ આવી રહ્યા છે. ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેસિડેન્ટ ટ્રમ્પનું સ્વાગત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીમાં સારી મિત્રતા છે. તેઓ અલગ અલગ પૃષ્ઠભૂમિના છે- ડોનાલ્ડ ટ્રમ્પ એક પ્રોપર્ટી ટાઈકૂનના દીકરા છે જ્યારે નરેન્દ્ર મોદી એક ગરીબ ચા વાળાના વંશજ છે. કેટલીય અસમાનાઓ છતાં બંને નેતાઓ એક બીજા સાથે કેટલીય સમાનતાઓ પણ શેર કરે છે. જેમ કે પોતપોતાના દેશોમાં બંને નેતા દક્ષિણપંથી રાષ્ટ્રવાદિઓને પ્રેમ કરે છે. કદાચ આ કારણે જ બંને નેતા એક બીજા સાથે વ્યક્તિગત સંબંધ બનાવેલા છે.
વૉશિંગ્ટન સ્થિત વિલ્સન સેન્ટરના માઈકલ કુગલમૈને સમાચાર એજન્સી એએફપીને કહ્યું, ટ્રમ્પ અને મોદીમાં કેટલીય વાતો સમાન છે. આ કારણે જ બંને નેતામાં સારી કેમેસ્ટ્રી જોવા મળે છે. બંને નેતાઓએ જ્યારથી પોતપોતાના દેશમાં સત્તા સંભળી છે, ત્યારથી તેની સરખામણી ઘણી પ્રમુખતાથી કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી 2014માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 2017માં સત્તામાં આવ્યા. ત્યારથી બંને નેતાની લોકપ્રિયતા શિખર પર બનેલી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને પીએમ મોદીની લોકપ્રિયતાનો અંદાજો તેમની રેલીઓ અને જનસભાઓમાં એકઠી થતી ભીડ પરથી લગાવી શકાય છે. અપાર ભીડને સંબોધિત કરતા બંને નેતા પોતાના પ્રશંસકોને ઘણા આકર્ષિત કરે છે.

રાષ્ટ્રવાદી નીતિઓની સમાનતાઓ
પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ રાષ્ટ્રવાદી અને સંરક્ષવાદી નીતિઓને પોતપોતાના સ્તરે આગળ વધારી રહ્યા છે. ટ્રમ્પે જ્યાં અમેરિકામાં માઈગ્રેન્ટ લોકો વિરુદ્ધ સખ્તી વરતી અને અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો. એવી જ રીતે પીએણ મોદીએ ભારતમાં ઘુસણખોરોને રોકવા માટે નીતિગત ફેસલા લીધા. ટર્મ્પની માઈગ્રેન્ટ પૉલીસીથી સૌથી વધુ અસર મુસ્લિમ સમુદાય પર જોવા મળી. કંઈક આવી જ અસર ભારતમાં પણ પીએમ મોદીની નીતિઓને જોઈને મળી રહી છે. ભારતમાં નરેન્દ્ર મોદીના આલોચક નાગરિકતા સંશોધન એક્ટને આ નીતિનું જીવતું જાગતું ઉદાહરણ માને છે.

અમેરિકા ફર્સ્ટ અને મેક ઈન ઈન્ડિયા
બંને નેતા પોતપોતાના દેશમાં રાષ્ટ્રવાદી અને વ્યાપાર સંરક્ષણવાદી આંદોલન અધિક મહત્વ આપતા રહ્યા છે. ટ્રમ્પે જ્યાં અમેરિકા ફર્સ્ટનો નારો આપ્યો છે તો નરેન્દ્ર મોદીએ મક ઈન ઈન્ડિયાની અવધારણાને એક આંદોલનનું રૂપ આપ્યું છે. બંને નેતા દુનિયાના બે મોટા લોકતંત્રનું નેતૃત્વ કરે છે અને બંને એ ચાર સશક્ત દેશોનો ભાગ છે જેમાં રશિયાના વ્લાદિમીર પુતિન અને બ્રાઝીલના જેર બોલસોનારો સામેલ છે. ભારતના પૂર્વ રાજનાયિક રાકેશ સૂદે એએફપીને જણાવ્યું, કેટલીય ક્વૉલિટી એવી છે જે બંનેમાં કોમન છે- બંને પોતપોતાની રાજનૈતિક વિચારધારાથી ઉંડાણથી જોડાયેલા છે. સાથે જ કોઈ સમાધાન કે ડીલ સુધી પહોંચવા માટે બંનેનો અટલ વિસ્વાસ એક બીજામાં ઘણી સમાનતાઓ પ્રદર્શિત કરે છે. નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ઉંડી દોસ્તીએ ભારત અને અમેરિકાને એકબીજાની નજીક લાવવામાં ઘણી મદદ કરી છે. જો કે બંને દેશ વચ્ચે વેપાર અને રક્ષાને લઈ કેટલાય મતભેદ છે, આમ છતાં બંને દેશ નિરંતર એકબીજાની નજીક આવતા રહ્યા છે.

ઈનસાઈડર અને આઉટસાઈડરનો તફાવત
બંને નેતાઓમાં સમાનતાઓ હોવા છતાં કેટલીય વિભિન્નતાઓ પણ જોવા મળે છે. નરેન્દ્ર મોદી જ્યાં હિંદૂવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી નિકળીને આવે છે ત્યાં જ ટ્રમ્પ બિઝનેસ ફેમિલીથી રાજનીતિમાં પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી રાજનીતિના મામલે ઈનસાઈડર માનવામાં આવે છે, જ્યારે ટ્રમ્પ આઉટસાઈડર. રાજનીતિના હિસાબે જોઈએ તો નરેન્દ્ર મોદી વધુ પારંપરાગત રાજનેતા છે, જ્યારે ટ્રમ્પે બિઝનેસની પરંપરાને આગળ રાખતાં રાજનીતિમાં પગલું રાખ્યું છે. આ બધું છતાં બંને દેશના નેતાઓ વચ્ચે વાસ્તવિક વ્યક્તિગત સંબંધોએ ભાગીદારી વધારવામાં મદદ કરી છે.જ્યોર્જ બુશ અને મનમોહન સિંહ, બરાક ઓબામા અને મનમોહન સિંહ, ઓબામા અને નરેન્દ્ર મોદી અને હવે નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ આ નેતાઓની જોડીમાં એક મજબૂત કેમિસ્ટ્રી જોવા મળી છે. આ નેતાઓના સંબંધોએ ભારત અને અમેરિકાના સંબંધોને પણ ગાઢ મજબૂતી આપવામાં મદદ પ્રદાન કરી છે.

ભારત સાથે ઉભા છે ટ્રમ્પ
કેટલાય અવસર એવા આવ્યા જ્યારે કોઈ ફેસલા પર વિશ્વ સમુદાયમાં ભારતની ટીકા થઈ પરંતુ આવા અવસરે પણ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે ખડે પગે રહ્યા. કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના મામલામા ંકેટલાય દેશોએ ભારતની આલોચના કરી પરંતુ ટ્રમ્પે ભારત સાથે પોતાનું સમર્થ વ્યક્ત કર્યું. વિશ્લેષકો મુજબ ટ્રમ્પની ભારત યાત્રાથી આ સંબંધને વધુ મજબૂતી મળશે. અમેરિકામાં નરેન્દ્ર મોદી માટે હાઉડી મદી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત અમદાવાદમાં સોમવારે ટ્રમ્પ માટે નમસ્તે ટ્રમ્પનું આયોજન થઈ રહ્યું છે. આ યાત્રાની સફળતાની અસર અમેરિકી ચૂંટણી પર જોવા મળી શકે છે જ્યાં ટ્રમ્પ બીજીવાર પ્રેસિડેન્ટ બનાવવામાં આવે તેવી આશા સેવીને બેઠા છે. અમેરિકામાં ભારતીય મૂળના ઘણા વોટર્સ છે જમાં મોટા ભાગના ગુજરાતથી છે. નરેન્દ્ર મોદી ખુદ ગુજરાતથી આવે છે. જેને જોતા ટ્રમ્પની આ યાત્રા તેમના રાજનૈતિક સફરની દશા-દિશા પણ નક્કી કરશે.












Click it and Unblock the Notifications
