For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મદ્રાસ હાઈકોર્ટ: ‘સિંગલ પેરેન્ટીંગ સમાજ માટે ખતરનાક, બાળકોને માતાપિતા બંનેના પ્રેમની જરૂર'

મદ્રાસ હાઈકોર્ટે બાળકોના સિંગલ પેરેન્ટીંગ પર સવાલ ઉભા કરતા કહ્યુ છે કે સિંગલ પેરેન્ટીંગ સમાજ માટે ખતરનાક છે.

|
Google Oneindia Gujarati News

મદ્રાસ હાઈકોર્ટે બાળકોના સિંગલ પેરેન્ટીંગ પર સવાલ ઉભા કરતા કહ્યુ છે કે સિંગલ પેરેન્ટીંગ સમાજ માટે ખતરનાક છે. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટીસ એન કિરુબાકરને કહ્યુ કે સિંગલ પેરેન્ટીંગનું વધતુ ચલણ સમાજ પર પ્રતિકૂળ પ્રભાવ પાડી રહ્યુ છે. તેમણે કહ્યુ કે એક બાળકને માતાપિતા બંનેના પ્રેમની જરૂર હોય છે કોઈ એકલુ તેની પૂર્તિ કરી શકે નહિ.

madras hc

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટીસ એન કિરુબાકરને કહ્યુ કે કોઈ પણ બાળકને જો માતાપિતામાંથી કોઈ એકનો પણ પ્રેમ ન મળે તો તે બાળકના વ્યવહારમાં ખાસ પ્રકારનો ફેરફાર આવી શકે છે. સિંગલ પેરેન્ટીંગથી બાળક સમાજની વિરુદ્ધમાં જઈ શકે છે. કોર્ટના 16 ડિસેમ્બર, 2015 ના આદેશનું પાલન નહિ કરવા માટે મહિલા તેમજ બાલ કલ્યાણ વિકાસ મંત્રાલય સામે ગિરિજા રાઘવન તરફથી દાખલ કરાયેલ અવગણના યાચિકા પર સુનાવણી કરવા દરમિયાન જસ્ટીસ એન કિરુબાકરને ટિપ્પણી કરી.

આ પણ વાંચોઃ ભાજપ સાંસદ રાકેશ સિન્હાના માલ્યર્પણ બાદ દલિતોએ ગંગાજળથી કર્યુ શુદ્ધિકરણઆ પણ વાંચોઃ ભાજપ સાંસદ રાકેશ સિન્હાના માલ્યર્પણ બાદ દલિતોએ ગંગાજળથી કર્યુ શુદ્ધિકરણ

બાળ દુર્વ્યવહારની વધતી ઘટનાઓ પર ટિપ્પણી કરતા ન્યાયમૂર્તિ એન કિરુબાકરને કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને બે ભાગમાં વહેંચી દેવુ જોઈએ. તેમણે સહાયક સોલિસિટર જનરલને કહ્યુ કે મહિલા વિકાસ અને બાળ વિકાસ માટે અલગ અલગ મંત્રાલય કેમ ના હોઈ શકે?

English summary
Single parenting can be dangerous for society: Madras High Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X