For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળની ખાડીમાં બની રહ્યું છે સાયક્લોન સિતરંગ, જાણો આજની હવામાન અપડેટ

એકવાર ફરીથી મોસમનો મિજાજ બદલાયો છે. જેના કારણે ઘણા રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. અત્રે નોંધનીય બાબત છે કે, બંગાળની ખાડીમાં એક ચક્રવાત આકાર લઇ રહ્યો છે. જે રવિવાર રાત્રે કિનારા સાથે અથડાય તેવી શક્યતા છે.

|
Google Oneindia Gujarati News

એકવાર ફરીથી મોસમનો મિજાજ બદલાયો છે. જેના કારણે ઘણા રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. અત્રે નોંધનીય બાબત છે કે, બંગાળની ખાડીમાં એક ચક્રવાત આકાર લઇ રહ્યો છે. જે રવિવાર રાત્રે કિનારા સાથે અથડાય તેવી શક્યતા છે. જો આ સાયક્લોન ખરેખર કિનારા સાથે અથડાય છે તો ઘણા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

બંગાળ અને તેના આસપાસના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

બંગાળ અને તેના આસપાસના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

જો આ પ્રેશર સાયક્લોનમાં પરિણમે છે તો 49 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાશે. આ સાયક્લોનનું સિતરંગ છે. આ નામ થાઇલેન્ડ તરફથી રાખવામાં આવ્યું છે. જોકે, હાલ પ્રેશરની તીવ્રતા કેટલી હશે, એ વિશે કંઇ કહી શકાય એમ નથી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકો આ સાયક્લોન પર ચાંપતી નઝર રાખી રહ્યા છે. આ સાથે બંગાળ અને તેના આસપાસના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણે જોર પકડ્યું

દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણે જોર પકડ્યું

બીજી તરફ, દિલ્હીમાં હવામાન ખૂબ જ શુષ્ક છે. દિવસ ખુબ જ ગરમ હોય છે અને હવામાન આજે પણ સ્વચ્છ છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હીમાં વરસાદ પડશે નહીં, જ્યારે દિલ્હીમાં ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

જોકે, વરસાદના અભાવે દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણે જોર પકડ્યું છે. દિલ્હીનું વાતાવરણ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે.

બેંગ્લોરમાં બુધવારની રાત્રે ભારે વરસાદ થયો હતો

દિલ્હીની આ હાલત છે, તો બીજી તરફ કર્ણાટક સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં ભારે વરસાદે આફત સર્જી છે. કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં બુધવારની રાત્રે ભારે વરસાદ થયો હતો, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.

જોકે, રાતભરના વરસાદ બાદ આજે સવારથી વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે અને લોકોને તડકાથી રાહત મળી છે, પરંતુ ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડીએ લોકોને ભારે અકળાવી દીધા છે.

આ સાથે જ હવામાન વિભાગે આજે પણ ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીરમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે મહારાષ્ટ્ર, ગોવા-કોંકણ અને પૂર્વોત્તરમાં પણ વરસાદની વાત કરી છે.

English summary
Sitrang Cyclone forming in Bay of Bengal, know today's weather update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X