For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાક્ષી ધોનીની બાજુમાં બેસીને જીવનની સૌથી મોટી ભૂલ કરી: વિંદૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જૂન: આઇપીએલ-6 સ્પૉટ ફિક્સિંગ મુદ્દે મંગળવારે જામીન પર છૂટેલા અભિનેતા વિંદૂ દારા સિંહે કહ્યું હતું કે તે નિર્દોષ છે. વિંદૂ દારા સિંહે કહ્યું હતું કે સ્પૉટ ફિક્સિંગ અંગે તેમને કોઇ પણ ખેલાડી સાથે વાતચીત કરી નથી. તેમને કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ તથા સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીની બાજુમાં બેસીને તેમને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. વિંદૂ દારા સિંહે મીડિયાને કહ્યું હતું કે ચેન્નઇ સુપરકિંગ્સના પ્રમુખ ગુરૂનાથ મયપ્પન સાથે ફક્ત તેમની મિત્રતા હતી અને મયપ્પન ફિક્સિંગમાં સામેલ નથી.

વિંદૂ દારા સિંહે કહ્યું હતું કે ક્રિકેટ ટીમ તથા સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીની બાજુમાં બેસીને તેમને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. વિંદૂ દારા સિંહે કહ્યું હતું કે તેના માટે તેમને દુખ છે.

vindoo-singh-with-sakshi

વિંદૂ દારા સિંહે કહ્યું હતું કે પાકિસ્તાની એંપાયર અસદ રઉફ સાથે તેમને મિત્રતા છે અને તે પણ ફિક્સિંગ સંલિપ્ત નથી. વિંદૂ દારા સિંહના અનુસાર ધરપકડ કરવામાં આવેલા સંજય જયપુર તથા પવન જયપુર સટોડિયા નથી.

સટોડિયાઓ સાથે સંપર્કમાં હોવાના આરોપો પર મુંબઇ પોલીસે વિંદૂ દારા સિંહેની 22 મેના રોજ ધરપકડ કરી હતી. વિંદૂ દારા સિંહે સાથે પૂછપરછ બાદ પોલીસે બીસીસીઆઇના અધ્યક્ષ એન. શ્રીનિવાસના જમાઇ ગુરૂનાથ મયપ્પની ધરપકડ કરવામાં આવી હતી.

English summary
Vindu Dara Singh, who was released on bail on Tuesday, said sitting with Sakshi Dhoni, wife of skipper Mahendra Singh Dhoni, was the biggest mistake of his life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X