For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ: માહિમ વિસ્તારમાં આગ લાગતાં 6ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

fire
મુંબઇ, 25 જાન્યુઆરી: મુંબઇના માહિમ વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીમાં ગુરૂવારે રાત્રે આગ લાગી હતી. આગ લાગવાની આ ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આગ લાગતાં આ વિસ્તારમાં આવેલા લાડકાના 9 ગોડાઉન બળીને ખાખ થઇ ગયા છે. માહિમની ઝુંપડપટ્ટીમાં લાગેલી આગના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

આ આગમાં એક મહિલા અને એક બાળકી સળગી ગઇ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રે માહિમની નવી વસ્તી વિસ્તારમાં આગ લાગી હતી. જેમાં 50થી વધુ ઝુંપડાં સગળીને ખાખ થઇ ગયા છે. અગ્નિશામક વિભાગના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હોસ્પિટલમાં આઠ લોકોની સ્થિતી સ્થિર છે. જો કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે.

આ વિસ્તારના કોંગ્રેસ સાંસદ એકનાથ ગાયકવાડના જણાવ્યા અનુસાર ઝુંપડાંઓમાં વધારે વસ્તી હોવાથી મૃતકોની સંખ્યા વધી રહી છે. તેમને કહ્યું હતું કે આ વિસ્તારમાં સાંકડા રસ્તાઓ હોવાથી રાહત કાર્ય જલદી થઇ શકતું નથી, પરંતુ શહેરના અગ્નિશામક દળના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને ઘણા લોકોના જીવ બચાવ્યા છે. ગાડયકવાડ અને અન્ય સામાજિક કાર્યકર્તાઓ આ ઘટનામાં બેઘર લોકોને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

English summary
At least six people were killed and seven injured in a fire that gutted over 50 hutments in southern Mumbai’s Mahim area early Friday, officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X