કાર-બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છ લોકોના મોત, અનેક ઘાયલ
બિહારમાં શનિવારની સાંજે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નેશનલ હાઈવે-84 પર નુઓન પાસે પેસેન્જર બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
પટના, 19 ફેબ્રુઆરી : બિહારમાં શનિવારની સાંજે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નેશનલ હાઈવે-84 પર નુઓન પાસે પેસેન્જર બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી.

આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, NH 84 પર થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં બ્લાસ્ટ થતાં બસને ખૂબ નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે કાર સીધી બસ સાથે અથડાઈ હતી. આ ઘટના સાંજે 6.30 વાગ્યાની આસપાસ બની હતી.
અકસ્માતની માહિતી મળતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જે બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
