For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alert: 24 કલાકમાં આ રાજ્યના 12 જિલ્લાઓમાં થશે મેઘ તાંડવ

આજે કાનપુર, લખનઉ, ઝાંસી, ફતેહપુર, રાયબરેલી, મેરઠ, રામપુર, અમેઠી, મથુરા અને અલીગઢ તથા આસપાસના શહેરોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

દેશના ઉત્તરી અને પહાડી રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. હિમાચલ, કેરલ, ઉત્તરાખંડમાં વરસાદના કારણે ભારે વિનાશ સર્જાયો છે. વળી, સ્કાઈમેટના જણાવ્યા મુજબ એક નિમ્ન દબાણનુ ક્ષેત્ર ઉત્તર પ્રદેશના ઉત્તર પૂર્વી ભાગો પર બન્યુ છે. મોનસુન ટ્રફ ગંગા નદીના મેદાની ક્ષેત્રોમાં થઈને બંગાળની ખાડી સુધી સક્રિય છે જેના કારણે આજે કાનપુર, લખનઉ, ઝાંસી, ફતેહપુર, રાયબરેલી, મેરઠ, રામપુર, અમેઠી, મથુરા અને અલીગઢ તથા આસપાસના શહેરોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અહીં થશે ભારે વરસાદ

અહીં થશે ભારે વરસાદ

વળી, હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ સહિત ઘણા અન્ય રાજ્યોમાં આજે વરસાદની ચેતવણી આપવામાં આવી છે સાથે બુધવારે પૂર્વી રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની વાત કહેવામાં આવી છે.

626 મિલીમીટર વરસાદ

626 મિલીમીટર વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોનસુનની શરૂઆતથી અત્યાર સુધી દેશભરમાં 626 મિલીમીટર વરસાદ થઈ ચૂક્યો છે. આ સામાન્ય 612 મિમીથી લગભગ 2 ટકા વધુ છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ખૂબ વરસાદ સાથે આંધી-તોફાનની પણ ચેતવણી આપવામાં આવી છે. આજે અરબ સાગર અને બંગાળની ખાડીમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ પી ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીઆ પણ વાંચોઃ પી ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

ચિક્કમંગલુરુ અને દક્ષિણ કન્નડમાં ભારે વરસાદની સંભાવના

ચિક્કમંગલુરુ અને દક્ષિણ કન્નડમાં ભારે વરસાદની સંભાવના

વિભાગના જણાવ્યા અનુસાર આજે કોડાગુ, ચિક્કમંગલુરુ અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ક્ષેત્રોને વરસાદથી રાહત મળવાની સંભાવના છે. મોનસુન સક્રિય રહેવાના કારણે કોડાગુ, ચિક્કમંગલુરુ અને દક્ષિણ કન્નડ જિલ્લાઓના પશ્ચિમી તટ પર આગામી બે દિવસ ઝડપી પવન સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે.

English summary
Heavy Rain expected in next 24 hours In 12 Cities of Uttar Pradesh says Skymet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X