ગડકરી 'સ્લમડૉગ મિલેનિયર પાર્ટ-2' બનાવે: દિગ્વિજય સિંહ

gadkari-digvijay
સિમલા, 1 નવેમ્બર: હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ગુરૂવારે અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે કેજરીવાલ ભાજપ માટે કામ કરે છે. દિગ્વિજય સિંહે ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરી પર આકરા પ્રહારો કર્યા હતા. સિમલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન દિગ્વિજય સિંહે કહ્યું હતું કે 'નિતિન ગડકરી નેતા ઓછા અને બિઝનેસમેન વધારે છે. તે ઉચ્ચ શિક્ષણના નામે દુકાન ચલાવે છે. તેમને ખાંડની મીલમાંથી સંપત્તિ બનાવી છે. ગડકરીએ 'સ્લમડૉગ મિલેનિયર પાર્ટ-2' બનાવવી જોઇએ.

દિગ્વિજય સિંહે ભષ્ટ્રાચારના આરોપોમાં ઘેરાયેલા નિતિન ગડકરી પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે તેમની કંપનીમાં કાળુ ધન લગાવવામાં આવ્યું છે અને તેમની પાર્ટી જૂઠના સહારે ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ ગરીબો માટે કામ કરે છે. કોંગ્રેસ મહાસચિવે આરોપ લગાવતાં કહ્યું હતું કે ભાજપ જમીન ગોટાળામાં લીન છે. ગડકરીની સાથે સાથે કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તે ભાજપ સાથે મળીને કામ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X