લોકસભા ચૂંટણી હાર્યા પછી સ્મૃતિ ઈરાનીની પોસ્ટ વાયરલ, લોકોએ ક્લાસ લગાવી
ભારત માટે મંગળવાર મોટો દિવસ રહ્યો કેમ કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર કરાયાં હતાં. મતગણતરીનો ફેસલો આવી ગયો છે. જેમાં કેટલાયને જીતનો જશ્ન મનાવવાનો મોકો મળ્યો તો કેટલાયએ હારનો સ્વાદ ચાખવો પડ્યો.

આ દરમિયાન એક્ટ્રેસથી રાજનેતા બનેલી સ્મૃતિ ઈરાની ઉત્તર પ્રદેશના અમેઠીમાં કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે પોતાની સીટ હારી બેઠાં. આ હાર પછી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પહેલી પોસ્ટ શેર કરી અને તેમાં એમણે એક મોટી વાત કહી દીધી. તેમની પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે અને તેના પર લોકો પણ કોમેન્ટ કરી રહ્યા છે.
સ્મૃતિ ઈરાનીએ પોતાની પોસ્ટમાં શું લખ્યું?
સ્મૃતિ ઈરાનીએ પોતાની હાર સ્વીકારી. તેને સોશિયલ મીડિયા પર લઇ જતાં તેમણે વર્ષોની આકરી મહેનતને લઈ એક નોટ શેર કરી. તેમણે લખ્યું- "જીવન આવું જ છે, મેં જીવનનો એક દશકાથી વધારે સમય એક ગામથી બીજા ગામ સુધી જવામાં વિતાવ્યો, જીવન બનાવ્યું, આશા અને આકાંક્ષાઓ પર ખરા ઉતરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવાની સાથે જ રસ્તાઓ, નાલી, બાઈપાસ, મેડિકલ કોલેજ અને કેટલીય ચીજો પર કામ કર્યુ્ં." તેમણે આગળ લખ્યું- "હાર અને જીત દરમિયાન જે મારી સાથે ઉભા રહ્યા તેમનો હું હંમેશા આભારી છું. જે લોકો આજે જશ્ન મનાવી રહ્યા છે તેમને શુભેચ્છા અને જે લોકો પૂછી રહ્યા છે જોશ કેવો છે? હું કહું છું- આ હજી પણ ઉંચો છે, સર." મૌની રોયએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું- હંમેશા તમારી સાથે છું.
સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણી 2024 હાર્યા પછી પોસ્ટ શેર કરી પોતાનો જોશ ઉંચો હોવાનું જણાવ્યું, તો લોકોએ તેમની ખુબ ક્લાસ લગાવી. એકે લખ્યું- તમને તમારા પર બહુ ઘમંડ હતો. અન્ય એકે લખ્યું- તમારી હારનું એકમાત્ર કારણ અહંકાર છે. એક બોલ્યો- તમે તુલસી જ રહ્યા હોત તો સારું હતું. અન્ય એકે લખ્યું- મેમ પ્લીઝ ખોટું ના લગાડતાં પણ તમે તેને જ લાયક હતા.












Click it and Unblock the Notifications
