For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે કોન્વોકેશન પ્રોગ્રામમાં સ્મૃતિ ઇરાનીએ વગાડી સીટી

એનઆઇએફટીના કોન્વોકેશન પ્રોગ્રામમાં સ્મૃતિ ઇરાનીનું વર્તન જોઇ વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા.

By Shachi
|
Google Oneindia Gujarati News

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીનું નામ દેશના એ નેતાઓની સૂચિમાં આવે છે, જે પોતાના ધારદાર ભાષણથી કોઇને પણ ચોંકાવી શકે છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી અને વર્તમાન કેન્દ્રિય મંત્રી ઘણીવાર પોતાની કામગીરી અને વર્તનથી લોકોને ચોંકાવી દે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના કોન્વોકેશન પ્રોગ્રામમાં એવું જ કંઇક થયું હતું. આ કાર્યક્રમમાં લોકો સ્મૃતિ ઇરાનીનું નવું રૂપ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સ્મૃતિએ એક ફોર્મલ સ્પીચ આપી હતી અને વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની સાથે તેમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. જો કે, લોકોને આશ્ચર્ય ત્યારે થયું, જ્યારે તેમણે જોયું કે સ્મૃતિ ઇરાની સીટી વગાડી રહ્યાં છે.

smriti irani at nift

તેમણે પોતાની સ્પીચમાં સ્મૃતિએ એક વિદ્યાર્થીનો ઉલ્લેખ કર્યો હતો, જેણે તંગાલિયાનો અભ્યાસ કર્યો છે. તંગાલિયા ફેશનનો પ્રકાર છે, જેની ખોટ તેમને મંત્રાયલમાં અનુભવાઇ રહી છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, આ મારા માટે ખૂબ ગર્વની વાત હશે, જો તમે સૌ આગળ આવી મારા જમણા હાથની માફક કામ કરતા આ નષ્ટ થતી કળાને બચાવશો. હું અન્ય એક મહિલાને મળી હતી, જેમણે ભારતીય પોષાક અને 1950-2010 દરમિયાન આની પર થતા પ્રભાવ પર ખૂબ સારું કામ કર્યું છે. આજે દેશને આવા લોકોની જરૂર છે. આ કાર્યક્રમમાં એવા વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે, જે પોતાની શિક્ષાને વિશ્વભરના ફિલ્મમેકર સામે રજૂ કરશે.

English summary
Union Textiles Minister Smriti Irani is known for her impressive speeches at public gatherings and events, but very few would know that madam minister is quite good at whistling!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X