For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 વર્ષના બાળકને કરડતા જ ઝેરી સાપ મરી ગયો, જાણો કારણ

ઉત્તરપ્રદેશના જૈનપુર જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. અહીં આઠ વર્ષના બાળકને ઝેરી સાપ કરડ્યો હતો

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના જૈનપુર જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. અહીં આઠ વર્ષના બાળકને ઝેરી સાપ કરડ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક છે કે થોડા સમય પછી, સાપ તડપી તડપીને મરી ગયો. જો કે બાદમાં બાળકનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પરિવારમાં કોહરામ મચી ગયો. તે જ સમયે, સાપના મોત થયાના સમાચારને લઈને ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

snake

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસ જૌનપુરના મુંગરાબાદ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બારાગાંવનો છે. અહીં આઠ વર્ષનો અંશ મૌર્ય પુત્ર કમલેશ મૌર્ય ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન એક ઝેરી સાપે તેને તેના પરિવારની સામે જ ડંખ મારી લીધો. બાળકને ડંખ માર્યા પછી સાપને પણ તકલીફ થવા માંડી હતી અને થોડા જ સમયમાં સાપનું મોત નીપજ્યું હતું. અંશની તબિયત લથડતાં પરિવાર તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા.

અહીં સારવાર બાદ પણ હાલતમાં કોઈ સુધારો થયો નથી. જ્યારે સ્થિતિ સુધરી ન હતી, ત્યારે પરિવારે તેને મછલીશહરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ અંશને મૃત જાહેર કર્યો હતો. બાળકને ડંખ માર્યા બાદ સાપ મરી જવાના સમાચાર મળતા ગામમાં ચકચાર મચી હતી. તે જ સમયે, ડોકટરોના જણાવ્યા મુજબ, સાપની કાંચળી બદલવા દરમિયાન, તે વધુ પીડાથી પસાર થાય છે અને અસ્વસ્થ રહે છે. આ સમય દરમિયાન, જો તે કોઈને કરડે છે, તો મોટાભાગનું ઝેર તેના મોંમાં પડે છે. આ કારણે સાપ મરી શકે છે.

આ પણ જુઓ: Video: સાપને ખાવાનું નહીં મળ્યું, તો પોતાને જ ગળી ગયો

English summary
snake died after biting to 8 year old boy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X