નશામાં ચૂર યુવકે સાપને દાંતથી ચાવીને 3 ટુકડા કર્યા, હોસ્પિટલમાં દાખલ
ઉત્તરપ્રદેશના એટા માં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. દારૂ પીને નશામાં ધૂત એક યુવકને ઝેરીલા સાપે કરડી લીધો તેનાથી ગુસ્સે ભરાયેલા યુવકે સાપને પકડી લીધો
ઉત્તરપ્રદેશના એટા માં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. દારૂ પીને નશામાં ધૂત એક યુવકને ઝેરીલા સાપે કરડી લીધો તેનાથી ગુસ્સે ભરાયેલા યુવકે સાપને પકડી લીધો અને ત્યારપછી તેને દાતોથી ચાવીને તેના ત્રણ ટુકડા કરી નાખ્યા. સાપની ત્યાં જ મૌત થઇ ગઈ. જયારે યુવકના પરિવારને તેની ખબર પડી ત્યારે તેમને તરત યુવકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, જ્યાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

યુવકનું નામ રાજકુમાર છે. ડોક્ટર એનપી સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે નશાની હાલતમાં યુવકે સાપને બચકું ભર્યું, ત્યારપછી તેની હાલત ગંભીર છે. યુવકને જોઈને તેને બીજા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે. યુવકના પિતાએ જણાવ્યું કે તેમનો દીકરો નશામાં હતો, જયારે તેને સાપને પકડીને દાતથી ચાવી ખાધો. આ અજીબ ઘટના પછી યુવકના પરિવારે સાપનો અંતિમ સંસ્કાર કરી દીધો.
આ પણ વાંચો: ઈન્ક્મ ટેક્સ ઓફિસરને બેભાન સાપ મળ્યો, કંઈક આવી રીતે જીવ બચાવ્યો
આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં આવો જ મામલો ગુજરાતના ગાંધીનગરના મહીસાગર જિલ્લામાં થયો હતો, જ્યાં એક 60 વર્ષના વૃદ્ધને સાપ કરડી ગયો હતો. ત્યારપછી વૃદ્ધને ગુસ્સો ગયો અને તેને સાપને કરડી લીધું. આ ઘટના પછી સાપ અને વૃદ્ધ બંનેની મૌત થઇ ગઈ.
આ પણ વાંચો: થેલામાં બે મોઢાવાળો સાપ, દુર્લભ સાપની કિંમત અઢી કરોડ કરતા વધારે












Click it and Unblock the Notifications
