Snoopgate: પીડિતાના પિતાએ સુપ્રીમ કોર્ટનો તપાસ નહીં કરવા કરી અરજ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 મે: ગુજરાતમાં એક યુવતીની છૂપી રીતે જાસૂસી કરવાના મામલામાં યુવતીના પિતાએ એક વાર ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ વખતે યુવતીના પિતાએ પોતાની અરજી દાખલ કરતા કોર્ટને તપાસ બંધ કરવાની અરજ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં જો યુવતીના પક્ષમાં ફેંસલો સંભળાવી દે છે તો નરેન્દ્ર મોદી સહિત તેમના નજીકના અમિત શાહના માટે આ ખૂબ જ ખુશીની વાત બની રહેશે.

સ્નૂપગેટ મામલામાં અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ પર આ આરોપ લગાવવામાં આવ્યો હતો કે અમિત શાહ કોઇ 'સાહેબ'ના કહેવા પર એક યુવતીના ફોન કોલ્સ સહિત તેના અંગત જીવન અંગેની જાણકારી હાસલ કરવાની કોશીશ કરી હતી. મામલામાં આ વાત પણ સામે આવી હતી કે અમિત શાહે તપાસ માટે સરકારી મશીનરીનો પણ જોરદાર ઉપયોગ કર્યો હતો.

modi
સ્નૂપગેટ મામલામાં કેટલાંક દિવસો પહેલા ગાંધી પરિવારમાં પણ વિવાદ છેડાઇ ગયો હતો. દેશના ગૃહમંત્રી અને કોંગ્રેસી નેતા સુશીલ કુમાર શિંદેએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે 16 મે પહેલા આ મામલામાં એક જજની નિમણૂંક કરવામાં આવશે. આ નિવેદન બાદ એનસીપીના નેતા શરદ પવારે જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન જજની નિમણૂંક કરવાનો નિર્ણય અન્યાયપૂર્ણ છે અને તેમાં મારો સાથ નથી.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દૂલ્લાએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસનો આ નિર્ણય ખૂબ જ ખોટો છે જેમાં મારી પાર્ટીનો કોઇ સાથ નથી. પરંતુ હવે આ વિવાદના થોડા દિવસો બાદ જ યુવતીના પિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને તપાસ બંધ કરવાની માંગ કરી છે.

English summary
In Snoopgate case Girl's father moves SC, seeks stay on probe panel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X