For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ જાસૂસી ટેપ બહાર આવશે, તો મોદીની મુશ્કેલીઓ વધશે!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: મહિલા જાસૂસી કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની મુશ્કેલીઓ વધી શકે છે. એક બાજુ જ્યાં કેન્દ્ર આ વાતની તપાસ માટેના સંકેત આપી રહી છે જ્યારે બીજી તરફ આ મામલાનો ખુલાસો કરનારી વેબસાઇટ અને ઓડિયો ટેપ જારી કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જો આવું થાય છે તો મોદીની મુશ્લેલીમાં વધારો થવાનું પાક્કું છે.

ગુલેલ ડોટ કોમ તરફથી નવેમ્બરમાં જારી કરવામાં કરવામાં આવેલી ઓડિયો ટેપથી ખુલાસો થયો હતો કે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહે કોઇ સાહેબના કહેવા પર એક મહિલાની જાસૂસી કરાવી હતી. સભી નિયમોને નેવે મૂકીને આ મહિલાની પાછળ એટીએસના જવાનોને પણ લગાવી દેવામાં આવ્યા હતા.

narendra modi
આ મુદ્દા પર કોંગ્રેસ જણાવે છે કે ટેપમાં જે સાહેબનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે નરેન્દ્ર મોદી જ છે, અને તેમના જ ઇશારા પર અમિત શાહે મહિલાની જાસૂસી કરાવી હતી. આ ટેપમાં અમિત શાહ અને આઇપીએસ ઓફિસર જીએલ સિંઘલની વચ્ચેની વાતચીત છે. આ ટેપની સામે આવ્યા બાદ ભાજપે બેકફૂટ આવવું પડ્યું.

નરેન્દ્ર મોદી અને તેમના ખાસ અમિત શાહે પણ આ આની પર ચુપ્પી સાધી લીધી છે. આખરે તેની તપાસ માટે ગુજરાત સરકારે એક તપાસ સમિતિની રચના કરી છે, પરંતુ કોંગ્રેસ આને માત્ર એક નાટક ગણાવી આ કેસની તપાસ કેન્દ્ર પાસે કરાવવાની માંગ કરી રહી છે.

English summary
Snoopgate: Trouble for Narendra Modi as newsportal expected to release fresh tapes today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X