દેશના પહાડી ભાગોમાં થયેલી ભારે હિમવર્ષાના સુંદર અને નયનરમ્ય દ્રશ્યો
દેશના ઘણા ભાગોમાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખના એક-બે સ્થળોમાં ભારે હિમવર્ષા થઈ છે. વળી, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફ જોવા મળ્યો છે. બરફ પડવાથી આ સ્થળોની સુંદરતા અનેક ગણી વધી ગઈ છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનુ પ્રમાણ વધી ગયુ છે. ચાલો જોઈએ હિમવર્ષાના આવા જ સુંદર અને રમણીય ફોટા જોઈએ-

શ્રીનગર
આ ફોટો શ્રીનગરનો છે. જ્યાં એક વ્યક્તિ બરફથી ઢંકાયેલા રસ્તે ચાલી રહ્યો છે.

ઉત્તરાખંડ
આ ફોટો ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનો છે. જિલ્લાના રમાની ગામમાં આ દૂલ્હો ભારે હિમવર્ષા વચ્ચે પોતાની જાન લઈને જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ગંગા બૈરાજની સીડીઓ પર ચડતી વખતે લપસી ગયા પીએમ મોદી, Video

હિમાચલ પ્રદેશ
આ ફોટો હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતી જિલ્લાનો છે. ઘાટીમાં થયેલી હિમવર્ષાથી આ જગ્યા કોઈ જન્નતથી ઓછી નથી લાગતી.

શ્રીનગર
આ સુંદર ફોટો શ્રીનગરનો છે. જેમાં સેનાનો એક જવાન પણ દેખાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થઈ ગયા છે અને કાશ્મીર તરફ જતો એર ટ્રાફિક પણ રોકી દેવામાં આવ્યો છે.

શિમલા
શિમલામાં પર્યટક હિમવર્ષાનો લુત્ફ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. આ ફોટો શિમલા જિલ્લાના કુફરીનો છે.

મનાલી
ફોટો મનાલીનો છે. જ્યાં બૉર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન (બીઆરઓ) અધિકારી સ્નો કટરની મદદથી રોહતાંગ લા રોડ સાફ કરી રહ્યા છે.

ઉત્તરકાશી
આ ફોટો ઉત્તરકાશીનો છે. ગંગોત્રી ધામમાં પડેલા બરફે અહીંની સુંદરતા ઘણી વધારી દીધી છે.

શિમલા
આ ફોટો હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાનો છે જ્યાં કોઈ સફેદ ચાદરની જેમ દેખાઈ રહ્યુ છે.

શિમલા
આ ફોટો પણ શિમલાનો છે. જ્યાં બરફ ઘરોની ઉપર પણ દેખાઈ રહ્યો છે.

ઉત્તરાખંડ
આ ફોટો ઉત્તરાખંડના પિત્તૌરાગઢ જિલ્લાનો છે.